હુમલામાં ઘવાયેલા કોળી યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા મેંગો માર્કેટ પાસે અઠવાડિયા પહેલા હુમલામાં ઘવાયેલા કોળી યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે બનાવને પગલે પોલીસે હોસ્પિટલ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં રંગીલા પાર્ક માં રહેતો સુરેશ ભોયાભાઇ જાડા નામનો કોળી યુવાન ઞઈ તારીખ ૨૧ના રોજ તેના ઘર પાસે આવેલ મેંગો માર્કેટ નજીક હતો તે દરમિયાન કમલેશ નાથા ચના સહિતના શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો આજે સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હોસ્પિટલ કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાનો સુરેશ ઘર પાસે જ પાનનો ગલ્લો ચલાવતા હોવાનું અને દોઢ વર્ષ પહેલા તેના ગામમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ જવાનું પરિવારજનોએ જણાવ્યું હતું  પોલીસ ની વઘુ પૂછપરછમાં સુરેશ ના મિત્ર ને મેંગો માર્કેટ પાસે ડખો થયો હોય તેના સમાધાન માટે સાથે ગયો હતો તે દરમિયાન સમાધાન ફરી ડખ્ખો કરી બંને મિત્રો મિત્રો પર હુમલો થયો હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS