જાણો શા માટે વૃંદા કરાત રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહી આપે?

  • December 26, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીઆઇપી મહેમાનો 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાના છે. આ માટે વરીષ્ઠ રાજકીય નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે CPI(M)ના નેતા વૃંદા કરાતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે CPI(M) પાર્ટી આ ફંક્શનથી પોતાને દૂર રાખશે.

વૃંદા કરાતે કહ્યું કે, "અમારો પક્ષ અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણપ્રતિષ્ઠા' સમારોહમાં ભાગ લેશે નહીં. આ નિર્ણય પાછળ અમારી મૂળભૂત સમજ છે. અમે ધાર્મિક માન્યતાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તેઓ (ભાજપ) ધાર્મિક કાર્યક્રમને રાજકારણ સાથે ભેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ કરવું યોગ્ય નથી. તેમજ સત્તાનો કોઈ ધાર્મિક રંગ હોવો જોઈએ નહીં" વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, "ધર્મને રાજકીય હથિયાર બનાવવું યોગ્ય નથી. ભારતમાં સત્તા કોઈ ધાર્મિક રંગની ન હોવી જોઈએ."

આપને જણાવી દઈએ કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા કપિલ સિબ્બલને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આ આખો મામલો દેખાડો છે. ભાજપ ભગવાન રામ વિશે વાત કરે છે પરંતુ તેમનું વર્તન અને તેમનું ચરિત્ર ક્યાંય ભગવાન રામની નજીક નથી." તેમણે વધુમાં કહ્યું કે, "મારા દિલમાં રામ છે, હું દેખાડો કરવા માટે કોઈ કામ નથી કરતો. જો રામ મને આ હદે અહીં લાવ્યા છે, તો હું કંઈક યોગ્ય કરી રહ્યો હોવો જોઈએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application