તાજેતરમાં જ રશ્મિકા મંદન્નાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાત વર્ષ પૂર્ણ કર્યાની તેની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. તેની ફિલ્મો પુષ્પા અને એનિમલ એ તો બોક્સ ઓફિસ પર ગજબની ધૂમ મચાવી હતી. આ ફિલ્મોએ રશ્મિકાને સારી એવી લોકચાહકના અને ઓળખ પણ અપાવી છે. ત્યારે હાલના દિવસોમાં રશ્મિકા મંદન્ના તેની ફિલ્મ પુષ્પા–2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે એવી પણ માહિતી છે કે અભિનેત્રી રશ્મિકાએ શૂટિંગમાંથી બ્રેક લીધો છે.
રશ્મિકા મંદન્ના પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે કામ કરી રહી છે. ત્યારે પુષ્પા-2 માટે પણ તે અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરવા જઇ રહી છે. હૈદરાબાદ ખાતે પુષ્પા-2નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણે તેનું શિડયુઅલ વ્યસ્ત છે. જો કે પુષ્પા-2ના આ વ્યસ્ત શિડયુઅલમાંથી હાલ તેણે બ્રેક લીધો છે અને તે સીધી જ મુંબઇ પહોંચી ગઇ છે.
મળતી માહિતી અનુસાર રશ્મિકા 'એનિમલ' ફિલ્મને મળેલી જોરદાર સફળતાની ઉજવણી કરવા માટે મુંબઈ પહોંચી ગઈ છે. જેના કારણે તેણે પુષ્પા-2ના મેકર્સ સાથે નાનો બ્રેક લેવા માટે વાત કરી હતી. આ અભિનેત્રીનું પાર્ટીમાં આગમન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તેણે એનિમલમાં ગીતાંજલિનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર દર્શકોને પણ પસંદ આવ્યું હતુ. આ સાથે જ ફિલ્મની સફળતામાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech