જાણો ભારતીય મહિલા હોકી ટીમે ક્યારે ક્યારે ચીનની ટીમને હરાવી અને ચક દે ઇન્ડિયા કર્યું

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં રમાડવામાં આવેલ હોકીના મુકાબલામાં કેટલાક એવા યાદગાર હતા, જ્યારે ભારતની મહિલા ટીમે ચીનની ટીમને ધૂળ ચટાડી હોય.ચીનની ટીમમાં ફિટનેસ વધારે સારી હોવા છતાં ભારતીય મહિલા હોકી ટીમ સામે પરાસ્ત થઈ હતી. એક નજર છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમે કેટલી વાર ચાઈનાની ટીમને હરાવી છે તેના પર નાખીએ.

 

ભારતીય મહિલા હોકી ટીમે 2018માં રમાડવામાં આવેલા ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સમાં ચીન જેવી ચેમ્પિયન ટીમને 1-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ભારતીય ટીમ 1998ના બેંગકોક એશિયન ગેમ્સ બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી શકી હતી.

 

ભારત તરફથી ગુરજીત કોરે આ મેચમાં 52 મિનિટમાં પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો હતો. જોકે ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. ફાઈનલમાં ભારતીય ટીમને 2-1 થી હરાવી જાપાને ગોલ્ડ મેડલ પર કબજો મેળવ્યો હતો અને ભારતને સિલ્વર મેડલ મેળવી અને સંતોષ માનવો પડયો હતો.

 

જાપાનમાં રમાડવામાં આવેલા 2017 મહિલા એશિયા કપના ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમે ચાઈનીઝ ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4 થી માત આપી હતી. ત્યારે ભારતીય ટીમે 2004 બાદ પ્રથમ વખત ખિતાબ પર કબજો પ્રાપ્ત કર્યો હતો, અને આ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી જ્યાં ભારતને જીત પ્રાપ્ત થઈ હતી.

 


પેનલ્ટી શૂટઆઉટમાં ભારત માટે વિજયનો ગોલ રાનીએ કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ભારત તેમજ ચીની ટીમને પાંચ-પાંચ મોકા આપવામાં આવ્યા બાદ બંને ટીમ 4-4 ની બરાબરી પર હતી. બન્ને ટીમે એક મોકો ગુમાવ્યો હતો ત્યારબાદ સડેન ડેથનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીન ગોલ કરી શક્યું ન હતું જ્યારે રાનીએ ગોલ કરીને ભારતને 5-4 થી જીત અપાવી હતી.

 

2016માં રમાડવામાં આવેલ મહિલા અંડર18  એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં રોમાંચક મુકાબલા દરમિયાન ભારતીય મહિલા ટીમે ચીનને 3-2 થી માત આપી હતી અને પેલા હાફમાં ભારતીય ટીમ 2-0 થી આગળ હતી. બીજા હાફમાં ચીને જબરજસ્ત વાપસી કરી અને સ્કોર 2-2 બરાબર થઈ ગયો હતો. ત્યાર બાદ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો અને સંગીતાએ ભારતને 3-2થી જીત અપાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS