ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. આ સાથે ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. હવે ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ જીતવા પર છે. ત્યારે ઇન્દોરમાં રમાનારી બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા જીતનો જશ્ન મનાવે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. ત્યારે મેચમાં સફળ થવા માટે કેપ્ટને આવશ્યકતા અનુસાર બદલાવ કરવા પડતા હોય છે. ત્યારે આગામી મેચમાં પણ કેપ્ટન રોહિત શર્માને ફેરફાર કરવો પડે તેવી ચર્ચાએ જોર પકડયું છે. પણ તેમાં મહત્વનો પ્રશ્ન એ છે કે કયા ખેલાડીને ટીમમાંથી બાકાત રાખવો.
ઈન્દોરમાં રમાનારી બીજી મેચમાં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર નિશ્ચિતપણે થઇ શકે છે કારણ કે આ મેચમાં વિરાટ કોહલી વાપસી કરવાનો છે. વિરાટ કોહલીએ પ્રથમ મેચ એટલા માટે રમી ન હતી. કેમ કે, તેની પુત્રી વામિકાનો જન્મદિવસ હતો. પરંતુ હવે કિંગ કોહલી ટીમ સાથે જોડાઈ ગયો છે અને તે બીજી ટી20 મેચમાં રમશે તે પણ એટલું જ નિશ્ચિત છે.
આપને જણાવી દઇએ કે, વર્લ્ડ કપ પહેલા આ સીરીઝ ભારતની છેલ્લી ટી20 સીરીઝ છે અને આ સ્થિતિમાં કોહલીનું રમવું નિશ્ચિત છે. હવે સવાલ એ છે કે કેપ્ટન રોહિત કોને બાકાત રાખશે? કોહલીના આગમનનો દોષ જો કોઈના માથે આવી શકે તો તે તિલક વર્મા છે. છેલ્લી મેચમાં તે નંબર 3 પર રમ્યો હતો. તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. તેથી, એવી પ્રબળ સંભાવના છે કે રોહિત કોહલીને રમવા માટે તિલકને બહાર કરી શકે છે.
આ સિવાય કેપ્ટન રોહિત વધુ એક ફેરફાર કરી શકે છે. છેલ્લી મેચમાં યશસ્વી જયસ્વાલ ફીટ ન હોવાને કારણે રમવા માટે સમર્થ નહોતો. આથી, તેની જગ્યાએ શુભમન ગિલને તક આપવામાં આવી હતી. હવે જો બીજી મેચમાં જયસ્વાલ ફીટ થઇ જાય તો ગિલને બહાર જવું પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech