જાણો શું છે કોલ્ડ ડે અને સિવીયર કોલ્ડ ડે? જેને કારણે ધ્રુજી રહ્યું છે ઉત્તર ભારત

  • January 06, 2024 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteam

દેશમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. દિન પ્રતિદિન વધતી ઠંડીને કારણે લોકો ધ્રુજી ઉઠયા છે. ખાસ કરીને જયારે શિયાળાની ઋતુ આવતી હોય છે ત્યારે ઉત્તર ભારતમાં લોકો ખૂબ જ ધ્રૂજી ઉઠતા હોય છે. તેથી અવાર નવાર કોલ્ડ ડે અને સિવીયર કોલ્ડ ડે એ પ્રકારે ઠંડી અંગેની આગાહી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે કહીએ તો કોલ્ડ ડે એટલે કે ઠંડો દિવસ અને સિવીયર કોલ્ડ ડે એટલે કે તીવ્ર ઠંડો દિવસ. પણ પ્રશ્ન એ થાય છે કે કયા આધાર પર કોલ્ડ ડે કે સિવીયર કોલ્ડ ડે કહેવામાં આવતું હોય છે. તો આ જ બાબતની જાણકારી અમે આપને આપીશું.


દેશમાં ઠંડીનો કહેર યથાવત છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ઠંડા દિવસની સ્થિતિ છે અને દિલ્હીમાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અવારનવાર કોલ્ડ ડે અને સિવીયર કોલ્ડ ડે એમ સાંભળવા મળતું હોય છે. તો આપને જણાવી દઇએ કે તાપમાનનો પારો જે રીતે નીચે ગગડતો હોય તે મુજબ કોલ્ડ ડે એટલે કે ઠંડો દિવસ અને સિવીયર કોલ્ડ ડે એટલે કે તીવ્ર ઠંડો દિવસ એમ જાહેર કરવામાં આવતું હોય છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું હોય અને મહત્તમ તાપમાન સિઝનના સામાન્ય તાપમાન કરતાં 4.5 થી 6.4 ડિગ્રી ઓછું હોય ત્યારે તે દિવસને ઠંડા દિવસ તરીકે ગણવામાં આવે છે. જયારે કે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.5 ડિગ્રી ઓછું હોય, તો સિવીયર કોલ્ડ ડે એટલે કે તીવ્ર ઠંડીનો દિવસ જાહેર કરવામાં આવે છે.


શિયાળાના દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર રહેતું હોય છે. ત્યારે દિલ્હીમાં આ દિવસોમાં કોલ્ડ ડેની સ્થિતિ છે. આ તરફ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને તેની આસપાસના ઉત્તરી મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ કોલ્ડ ડેની સ્થિતિ છે. આમ, કોલ્ડ ડે કે સિવીયર કોલ્ડ ડે એક પ્રકારે ઠંડી અંગેની ચેતવણી સૂચવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application