શું સૂર્યગ્રહણ વિષે આ બાબત જાણો છો.?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 21 જૂનના દિવસે રવિવારે થવા જઈ રહ્યું છે જેને ખંડગ્રાસ સૂર્યગ્રહણના નામથી પણ ઓળખવામાં આવે છે, હિંદુ  જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો આ ગ્રહણની શુભ માનવામાં આવતું નથી.

 

પરંતુ ખંડગ્રાસ સૂર્યગ્રહણ શું હોય છે, આ એક એવો પ્રશ્ન છે, જેનો ઉત્તર અત્યાર સુધી ઘણા બધા લોકોને ખબર નથી હોતી. ચાલો હવે જાણીએ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ શું હોય છે અને તે કેવી રીતે લાગુ પડે છે.

 

આ અગાઉ 14 ડિસેમ્બર 2019ના દિવસે સૂર્યગ્રહણ થયું હતું, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહણ ઘણા પ્રકારના હોય છે જેમાં ખંડગ્રાસ, માધ્ય કે કંકણાકૃતિ વગેરે, આથી ખંડગ્રાસના અર્થ વિશે જાણીએ તો તેનો અર્થ થાય છે સૂર્ય કે ચંદ્રમાંને આ હણ અવસ્થા માત્ર કેટલાક અંશે જ લાગુ પડતી હોય છે.

 

તેનો અર્થ એવો થાય છે કે ચંદ્રમા સૂર્યના કેટલાક ભાગને ઢાંકી દે છે, આવી સ્થિતિને ખંડગ્રાસ ગ્રહણ કહેવામાં આવે છે. આ સિવાય સંપૂર્ણ ભાગને ઢાંકવાની સ્થિતિને ખગ્રાસ ગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે.


કેવું હોય છે સૂર્યગ્રહણ 

 

જ્યોતિષીઓ માને છે કે સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય આંશિક કે પૂર્ણ રીતે ચંદ્રમા દ્વારા ઢંકાઈ જાતો હોય. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ધરતી સુરજની પરિક્રમા કરે છે, અને ચંદ્રમા ધરતીની પરિક્રમા કરે છે. જ્યારે સૂર્ય અને ધરતીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે ત્યારે સૂર્યના પ્રકાશને થોડા સમય માટે ઢાંકી દે છે, જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને સૂર્યગ્રહણ નામથી ઓળખવામાં આવે છે. સરળ અર્થમાં કહીએ તો જ્યારે પૃથ્વી પર ચંદ્રમાની છાયા પડે છે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. તેનાથી વિપરિત છે જ્યારે પૃથ્વી સૂર્ય તથા ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS