કયા હોર્મોનની કમી ડિપ્રેશનમાં પરિણમે છે, જાણો વૈજ્ઞાનિક કારણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શું તમે જાણો છો કે ડિપ્રેશનનો પ્રારંભ કઈ રીતે થાય છે ? અને આ સમયે મગજમાં એવું શું ચાલી રહ્યું હોય છે કે લોકો હત્યાનું પગલું ભરવા માટે આગળ વધી જતા હોય છે, મનોચિકિત્સકો જણાવે છે કે કોઈ વ્યક્તિને ત્યારે તાત્કાલિક ડિપ્રેશન આવતું નથી. માટે ઘણા સમયથી આ ઘટના આકાર લઇ રહી હોય છે. લાંબા સમય સુધી અવસાદની સ્થિતિ ડિપ્રેશન સુધી લઈ જતી હોય તેવું જોવા મળ્યું છે.

 

ડિપ્રેશન વિશે મનોચિકિત્સકો હંમેશા જણાવે છે કે આ એક પ્રકારનો મેન્ટલ ડિસીઝ ઓર્ડર છે, પરંતુ તુરંત કોઈ વ્યક્તિને તે હાવી થતો હોતો નથી. દરેક વ્યક્તિને તેના અલગ અલગ તબક્કા કે ચરણમાં જોવા મળતો હોય છે. જો વ્યક્તિમાં કેટલાંક લક્ષણોનો પ્રારંભ હોય તો તમે તેની ઓળખ કરી શકો છો જેથી તે વ્યક્તિ ગંભીર ડિપ્રેશનમાં ન જાય અને તમે તેને બચાવી શકો છો.

 

ડિપ્રેશનનો પ્રારંભ  તનાવના કારણે થતો હોય છે મનોચિકિત્સક જણાવે છે કે તેના થવા પાછળ વ્યક્તિગત સામાજિક, આર્થિક કે અન્ય પ્રકારના ભાવનાત્મક કારણો પણ હોઈ શકે છે. વ્યક્તિને જોયા કે મળ્યા બાદ જ મનોચિકિત્સકો પણ ચોક્કસ તારણ પર આવતા હોય છે. તનાવ થવાનું કારણ ખબર હોવી જોઈએ જેથી તેની સાથે વાતચીત થઈ શકે.

 

જો તણાવને ઓછો કરવામાં ન આવે તો એન્કઝાઈટી કે ચિંતામાં પરિવર્તિત થઈ જાય છે અને એન્કઝાઇટી લાંબા સમય સુધી બની રહે તો તેનો સ્ટ્રેસમાં રૂપાંતર થાય છે, ડિપ્રેશનનું રૂપ લઈ લે છે અને ત્યારબાદ વ્યક્તિ ઊંડા અવસાદમાં જતી રહે છે,આ માટે સમયસર ઈલાજ કરવો જરૂરી છે.

 

તનાવ ઓછો કરવા માટે આપણે યોગનો સહારો લઇ શકાય છે. તાજેતરમાં જ તણાવ જોવા મળતો હોય તો પોતાની પસંદનું સંગીત સાંભળીને કે કોઈ ખાસ રચનાત્મક કાર્ય કરીને તેને દૂર કરી શકાય છે. તેમજ તનાવ શરૂઆત થાય ત્યારે પોતાના લોકો સામે ખુલીને વાતચીત કરો અને જરૂર પડે તો કાઉન્સેલિંગ પણ કરાવવું જોઈએ.

 

ડિપ્રેશનનો પ્રારંભ નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહેવાના કારણે થાય છે. ન ઈચ્છતા હોય તો પણ વ્યક્તિના મગજમાં નકારાત્મક વિચારો આવતા રહે છે. આવા વિચાર તેના દિમાગ પર હાવી થવા લાગે છે અને વ્યક્તિ નો વ્યવહાર પણ નકારાત્મક વિચારોના કારણે નકારાત્મક થવા લાગે છે.

 

એક ક્રોનિક ડિપ્રેશન હોય છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિને એકાકીપણું, નિરાશા, હતાશા, ભય, ગભરામણ વગેરે ઘેરી લે છે અને તેને ડર લાગવા માંડે છે. આ સ્થિતિમાં વ્યક્તિને અન્ય ની સલાહ લેવી પણ નથી ગમતી અને તે અન્ય પર ભરોસો પણ કરી શકતો નથી, કોઈની પણ સલાહ તેને શાંત કરી શકતી નથી.

 

ક્રોનિક ડિપ્રેશનની સ્થિતિમાં વ્યક્તિને એવું લાગે છે કે દુનિયામાં ખૂબ જ એકલો છે,આ સ્થિતિમાં વ્યક્તિ ની ધારણા થઈ જાય છે કે કોઈ તેને સમજી નથી શકતું અને દુનિયામાં ખૂબ જ એકલો છે, તેની જરૂરિયાત નથી કોઈને તેની ચિંતા નથી. આ રીતે વિચાર હોર્મોનલ અસંતુલનના કારણે આવે છે. કોઈ પોતાની વ્યક્તિને ગુમાવ્યા બાદ પણ વ્યક્તિ આ સ્થિતિમાં પહોંચી જાય છે.

 

મનોવૈજ્ઞાનિક કારણો વિશે આપણે ચર્ચા કરી વૈજ્ઞાનિક કારણ જોઈએ તો મુખ્ય કારણ આપણા બ્રેઈનમાં  સેરોટોનિન હોર્મોનની કમી હોય છે. આપણા મગજમાં જ્યારે આ હોર્મોન બનવાનું ઓછું થઈ જાય છે ત્યારે વ્યક્તિ નકારાત્મકતા તરફ આગળ વધવા લાગે છે.

 

સેરોટોનિન ની જેમ એક હેપી હોર્મોન છે જે આપણા મગજની અંદર યોગ્ય માત્રામાં સંચાર થતો હોય છે ત્યારે આપણે પોતાને ખુશ અને સુરક્ષિત મહેસૂસ કરી શકીએ છીએ. જ્યારે કોઈ કારણથી શારીરિક સમસ્યા કે માનસિક તાણના કારણે મગજમાં તેનું ઉત્પાદન ઓછું થઈ જાય છે તો વ્યક્તિ ડિપ્રેશનની સ્થિતિ તરફ આગળ વધવા લાગે છે.

 

લોકોની વચ્ચે શારીરિક સ્વાસ્થ્યને લઇને જેટલી જાગૃતિ જોવા મળે છે તેટલી માનસિક સ્વાસ્થ્યને લઈને જોવા મળતી નથી. માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે મોટાભાગનો સમાજ ગંભીર નથી. જાગૃતિના અભાવે જ આપણે મિત્રો અને પરિવારજનોને યોગ્ય સમયે મેન્ટલ સપોર્ટ આપી શકતા નથી.

 

લોકોએ એ બાબત સમજવી પડશે કે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ ગંભીરતા જરૂરી છે જે રીતે શારીરિક બીમારીઓની સારવાર કરવામાં આવે છે એ જ રીતે માનસિક બિમારીઓની પણ સારવાર જરૂરી છે. ડિપ્રેશન એક માનસિક બિમારી છે જેને મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સકની સલાહ થી અને મદદથી સમય સાથે સરખી કરી શકાય છે.

 

કોઈપણ વ્યક્તિને યોગ્ય સમયે ડિપ્રેશનની સારવાર શરૂ કરી દેવામાં આવી હોય તો વ્યક્તિ આ સમયગાળામાં સાજી થઈ જાય છે. આ માટે જરૂરી છે કે ડીપ્રેશનને જલ્દીથી ઓળખી લેવામાં આવે. વાતચીતમાં બદલાવ, ઉદાસી, ચીડિયાપણું જેવાં લક્ષણોના આધારે ડિપ્રેશનની ઓળખ કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS