ફરી કોરોનાએ કરાવી ચિંતા જાણો આજના કોવિડ 19ના પોઝિટિવ કેસના આંકડા

  • March 05, 2021 08:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 515 કેસ નવા નોંધાયા છે.  જ્યારે 405 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. અને 40 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે.

 

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,64,969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 4413 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 2858 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.33 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં 113 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 101 કેસ, ગ્રામ્યમાં 9, વડોદરા શહેરમાં 90 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 46 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.

 

એક તરફ કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન શરૂ છે ત્યારે પણ આ રીતે વધી રહેલા કોરોનાના કેસ માટે તંત્રને જવાબદાર ગણવા કે લોકોની બેદરકારીને એ જ સવાલ બની રહ્યો છે.  કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આજે ઘણા લાંબા સમય બાદ 500થી વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS