ચિંતા નહીં ચિંતન કરો વધતા કોરોનાના સંક્રમણ માટે કેટલી જવાબદાર છે આપણી બેદરકારી? જાણો આજના નવા નોંધાયેલા કેસ

  • March 12, 2021 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશ અને દુનિયામાં વધતા જતા કોરોનાના સંક્રમણે ફરી એક વાર ચિંતા કરાવી છે ત્યારે એ મહત્વનું બની જાય છે કે આપણે આપણાથી થયેલી ભૂલની ચકાસણી કરીએ. એ જાણીએ અને સમજીએ કે કોરોના વાયરસને નાથવામાં આપણે ક્યાં થાપ ખાય રહ્યાં છીએ? માસ્ક નહીં પહેરવાની કે કોરોના નથી એવું માનવાની ભૂલ, વેક્સિન આવી ગઈ છે તો કોરોના નહીં થાય એવું માની લેવાની ભૂલ અને સતત ભીડ એકઠી કરવાની ભૂલ કોરોનાના પોઝિટિવ કેસ ફરીથી વધવા માટે જવાબદાર હોય શકે છે. આથી જ હવે ચિંતા કરતા ચિંતન કરવાનો સમય આવી ગયો છે.  

 

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે. જ્યારે એક સુરત અને એક અમદાવાદ એમ બે લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે અને ચિંતાજનક બાબત ઘટતો જતો રિકવરી રેટ છે.

 

 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 715 નવા દર્દી જ્યારે 495 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4006 એક્ટિવ કેસ છે. તો હાલ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.95 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4420 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. સુરત શહેરમાં સૌથી વધુ 183 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 141 નવા કેસ, વડોદરા શહેરમાં 91 કેસ, રાજકોટ શહેરમાં 58 કેસ નોંધાયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS