21 દિવસમાં અપાશે બે ડોઝ : જાણો કેટલી અસરકારક છે રશિયાની નવી કોરોના વેક્સિન

  • April 13, 2021 11:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના સામે લડવા માટે દેશ વ્યાપી વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે રશિયાની રસી સ્પુતનિક વીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. નેશનલ રેગ્યુલેટર એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દવાના ઈયુએ દ્વારા આગાઉ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈંડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા નિર્મિત કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.

 

 

રશિયાની સ્પુતનિક વીને માઇનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટોર કરવામાં આવે છે જોકે તેના ડ્રાય સ્વરૂપને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઉપર સ્ટોર કરવામાં આવે છે. તેના માટે કોલ્ડ ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની જરૂરિયાત રહેશે નહીં. આરડીઆઈએફ અનુસાર સ્પુતનિક વીને 55 દેશોમાં 150 કરોડથી વધુ લોકોના ઉપયોગ માટે પસંદ કરવામાં આવી છે. વેક્સિનની કિંમત 10 ડોલર પ્રતિ શોર્ટથી ઓછી રાખવાનો પ્રસ્તાવ છે જોકે ભારતમાં તેની કિંમત શું હશે તે હાલ સુધી નિશ્ચિત નથી.

 

 

ઉલ્લેખનીય છે કે પહેલી બન્ને વેક્સિંનની જેમ જ આ વેક્સિન પણ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપવામાં આવશે. સ્પુતનિક વી ૨૧ દિવસની અંદર જ અપાશે. અગાઉના સમયમાં ભારતમાં વેક્સિનેશન 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવતો હતો. વર્તમાન સમયમાં રેડી લેબ રશિયામાંથી વેક્સિનને આયાત કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS