બ્રહ્મચારી હનુમાનજીને પણ મકરધ્વજ નામનો પુત્ર હતો, જાણો વધુ રહસ્યમયી વાતો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હનુમાનજીની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું. પરંતુ શું તમને ખબર છે કે માતા અંજની પૂર્વજન્મમાં અપ્સરા હતી. તેનું નામ પુંજીકસ્થળી હતું. એકવાર ઋષિ દુર્વાસા સ્વર્ગમાં ઇન્દ્રની સભામાં આવ્યા હતા તે વખતે પુંજીકસ્થળી વારે વારે આવતી જતી રહેતી હતી જેથી ક્રોધિત થયેલા ઋષિએ તેને શ્રાપ આપ્યો અને જણાવ્યું હતું કે તું વાંદરી બની જા.ક્ષમા માગવા પર ઋષિ દુર્વાસાએ વરદાન આપ્યું હતું કે પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકે છે. આ શ્રાપના કારણે તેણે વાનર જાતિમાં જન્મ લીધો હતો.


ભગવાન હનુમાન સ્વયં રુદ્રના  ના અવતાર માનવામાં આવે છે એકવાર ઋષિ ભારદ્વાજ પોતાના આસન પર બેઠા હતા કે અચાનક જ હાથી તેમના ઉપર ઝપટ મારવા દોડ્યો, કેસરી  એ સમયે  યાત્રા કરતા પ્રભાતક્ષેત્ર નજીક જ પહોંચ્યા હતા, તેમણે પોતાના બળથી હાથીના દાંત કાઢી દીધા હતા ત્યારે ઋષિએ પ્રસન્ન થઈને તેમને વરદાન માગવાનું કહ્યું હતું, આ વખતે તેમણે કહ્યું હતું કે મારો પુત્ર સમાન પરાક્રમી અને રુદ્રાક્ષમાં તેજ ધરાવતો બને. આ વરદાનના કારણે સ્વયં ભગવાન રુદ્ર ના અવતાર અને પવનપુત્ર કહેવાયા.

 

આ કળિયુગ ના સમયમાં હનુમાનજી એક એવા દેવતા છે જે ધરતી પર સશરીર  ઉપસ્થિત છે. હનુમાનજીને ધર્મની રક્ષા કરવા માટે અમર થવાનું વરદાન પ્રાપ્ત થયું છે. આ કારણે આજે પણ હનુમાનજી જીવિત છે અને હનુમાનજી પોતાની ભક્તિ અને ધર્મ કરનારની રક્ષા કરી રહ્યા છે. હનુમાનજી કળયુગના અંત સુધી ધરતીલોક ઉપર રહેશે કળિયુગના સમયમાં ભગવાન રામ અને હનુમાન ની ભક્તિ કરનારાના દરેક કષ્ટ હનુમાનજી દૂર કરે છે.

 

જ્યારે ભગવાન શ્રી રામજી યુદ્ધ જીતી અને લંકા થી પરત આવ્યા ત્યારે આભાર વ્યક્ત કરવા માટે તેમણે સુગ્રીવ, વિભીષણ, અંગત તમામને ઉપહાર અને ભેટ આપ્યા હતા ત્યારે હનુમાનજીએ પ્રભુ પાસે વરદાન માગ્યું હતું કે જ્યાં સુધી તમારી કથા પ્રચલિત રહે ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહે. પ્રભુ શ્રીરામે વરદાન આપ્યું કે મારી કથા ત્યાં સુધી લોકો કરતા રહેશે ત્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ રહેશે આ રીતે જ્યાં પણ ભગવાન શ્રીરામનું ભજન-કિર્તન થાય છે ત્યાં હનુમાનજી ગુપ્ત રીતે ઉપસ્થિત રહે છે.

 

હનુમાનજી બ્રહ્મચારી હતા પરંતુ કહેવામાં આવે છે કે તેમનો એક પુત્ર હતો જેનું નામ મકરધ્વજ હતું તે પણ પિતાની જેમ પરાક્રમી અને બળશાળી હતો હનુમાનજી એ તેને પાતાળ લોકનો અધિપતિ બનાવી અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS