શિલ્પા શેટ્ટીએ જીવનનો મહત્વ પૂર્ણ નિર્ણય લીધો, તેના ચાહકો સાંભળીને રહી જશે દંગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિનેત્રી શિલ્પા શેટ્ટી બોલિવૂડની અભિનેત્રીઓ માંથી એક છે જે પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાને ફિટ રાખવા માટે યોગાથી લઇ અને તેની દરેક ચીજ કરે છે જેનાથી તેનું સ્વાસ્થ્ય સારું રહી શકે. આ બાબતને ધ્યાનમાં રાખી શિલ્પા શેટ્ટીએ પોતાના જીવન માટે મોટો નિર્ણય કર્યો છે. જેને જાણી અને તેના ફેન્સને ખૂબ જ અચરજ થઈ શકે છે.

 

શિલ્પા શેટ્ટી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તે પોતાના દીકરા સાથે ખેતરમાં શાકભાજી વીણી રહેલી   નજરે પડી રહી છે. દીકરા સાથે અલગ-અલગ પ્રકારના શાક નિહાળતી  તે નજરે પડી રહી છે. આ વીડિયો જાહેર કરતા શિલ્પાએ એક લાંબી પોસ્ટ પણ લખી છે જેમાં તેણે બાબતનો ખુલાસો કર્યો છે કે હવેથી તે સંપૂર્ણ રીતે શાકાહારી જીવન અપનાવશે.

 

શિલ્પા શેટ્ટીના પોસ્ટમાં વધુમાં લખેલું હતું કે હું મારું સપનું સાકાર કરી શકું એ માટે હું જાહેર કરી રહી છું. આ મારી વ્યક્તિગત પસંદગી છે. આ નિર્ણય માટે શરૂમાં થોડી તકલીફ જરૂર થઇ હતી, પરંતુ શાકાહારને સંપૂર્ણ રીતે અપનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રારંભના દિવસોમાં હું કાર્બન ફુટ પ્રિન્ટ પર કામ કરવા માંગુ છું. થોડા વર્ષોમાં મેં એવો અનુભવ કર્યો છે કે ભોજન માટે પશુધન નો શિકાર કરવા માટે માત્ર જંગલો ખતમ નથી થયા પરંતુ કાર્બન ડાયોક્સાઇડ અને નાઈટ્રો ઓક્સાઈડ આપણા સૌથી મોટા સ્તોત્ર રહ્યા છે.

 

આ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે આપણે જે ગ્રહ પર જળવાયુ પરિવર્તન નો સામનો કરી રહ્યા છીએ તેના માટે વિશેષ રીતે આપણે જવાબદાર છીએ. શાકાહારી ભોજન અપનાવાથી માત્ર જાનવરોને જ નહીં પરંતુ જે મનુષ્યે શાકાહાર અપનાવ્યો છે તેના હૃદયરોગ, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી બીમારી દૂર રહે છે. આ માટે પ્રકૃતિ ને જેટલું થઈ શકે તેટલું પરત આપવા માટે આ નિર્ણય કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS