તમારા સ્વાસ્થ્યનું રહસ્ય તમારા નખ દ્વારા પણ જાણી શકાય છે.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શું તમે જાણો છો કે તમારા હાથના નખમાં તમારા સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું હોય છે. હાથના નખ દ્વારા તમારા સ્વાસ્થ્ય અંગે જાણકારી સરળતાથી મળી જાય છે. કોઇના નખ ગુલાબી રંગના હોય છે, કોઈના પીળા રંગના હોય છે કોઇના નખ બિલકુલ સફેદ હોય છે.

 

તમે ભલે તેનું નિરીક્ષણ ન કરતા હોય પરંતુ તમારા નખ તમારા સ્વાસ્થ્ય નો હાલ સારી રીતે જણાવી શકે છે તો ચાલો જાણીએ કે નખના રંગ કઈ બાબત તરફ ઇશારો કરે છે.

 

જો તમારા નખમાં ચમક નથી અને તેનો રંગ ફિક્કો પડી ગયો છે, અને જલ્દી જલ્દી તૂટવા લાગે છે, એવામાં તમે એનિમિક હોઈ શકો છો. અથવા તો તમારા શરીરમાં લોહીની માત્રા ઘટી ગઈ હોઈ શકે છે.

 

આ જ રીતે તમારા નખનો રંગ સફેદ હોય કે તેના પર સફેદ ધાબા દેખાતા હોય તો તેનો ઈશારો છે કે, તમારા શરીરની અંદર વિટામીન બી તેમજ ઝિન્કની ઊણપ હોઈ શકે છે તેના કારણે આવું થઈ રહ્યું છે.

 

આમ તો નખ વધારે પીળા હોવા એ કમળાના લક્ષણો વ્યક્ત કરે છે પરંતુ ઘણી વખત નખ પીળા હોય ત્યારે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવી બીમારીઓ તરફ ઇશારો કરે છે,  આ ઉપરાંત પીળા હોવાના કારણે શરીરમાં લોહીની ઉણપ પણ  હોય શકે છે.

 

જો તમે કાયમ નેઈલ પોલીશ પોતાના નખ પર લગાવી રાખો છો, તો થોડા સમય માટે નેઈલપોલીશ લગાડવાનું ટાળો. થોડા સમય માટે નખને આરામ આપો, અને વારે વારે નેઇલ પોલિશના ઉપયોગથી નખની સપાટી ખરાબ થવા લાગે છે. જેથી નખ નિર્જીવ જેવા નજરે પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS