હાથ પગમાં ખાલી ચડવા માટેના મુખ્ય કારણો તથા નિવારણ માટે આટલી બાબતો ધ્યાનમાં રાખો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણામાંથી કોઇ પણ વ્યક્તિ હોય દરેકને હાથ અને પગમાં ખાલી  ચડી જવાની સમસ્યા જરૂર થઈ હશે હાથ અને પગમાં ખાલી ચડી  જવાની સ્થિતિને અંગ્રેજી ભાષામાં નંબનેસ કહેવામાં આવે છે. ખાસ કરીને કોઈ પણ સ્થળ પર નીચે બેઠેલા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે તેનું મુખ્ય કારણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થંભી જવાનું હોય છે,  અથવાતો અન્ય કારણ  વજન વધારે હોવાનું કારણ પણ હોઈ શકે છે, પરંતુ ઘણી વખત ઘરે બેઠા બેઠા કે ચાલતા ફરતા પણ હાથ અને પગમાં  ખાલી ચડી જતી હોય છે. જેના  કારણો નીચે મુજબ છે, 

 

 

  • ખોરાકમાં પોષક તત્વોની કમી હોય
  • ઊંઘ પૂરતી ન થતી હોય
  • રાત્રે મોડેથી ભોજન લેવામાં આવતું હોય
  • દારૂ કે અન્ય કોઈ નશીલી ચીજોનું સેવન કરવામાં આવતું હોય
  • ડાયાબિટીસ  કે વિટામિન કે પછી મેગ્નેશિયમની કમી હોય
  • એક્સરસાઇઝ ન કરવામાં આવતી હોય
  • શરીરનું વજન જરૂરિયાત કરતાં વધારે હોય

 

સાંભળવામાં અનુભવમાં ભલે આ સમસ્યા સામાન્ય લાગતી હોય પરંતુ ઘણી વખત તે કોઈ ગંભીર પરિસ્થિતિનો સંકેત પણ હોય છે. સમય થતાં જ હાથ અને પગ ખાલી ચડી  જવાની સમસ્યાનો હલ શોધી લેવામાં આવે તે યોગ્ય છે.

 


હાથ અને પગમાં ખાલી ચડી જતી  હોય ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે ન  થતું હોય એવામાં સંભવિત છે કે  ભવિષ્યમાં હાર્ટ કે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો ઉભો થાય . હાર્ટ અને બ્રેઈનને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરમાં લોહીનું યોગ્ય રીતે પરિભ્રમણ કરવું અતિ આવશ્યક હોય છે.

 

સાઇઠ વર્ષથી  ઉપરથી વધારેની ઉંમરમાં જ આવું થાય તો તે વ્યક્તિને લકવાગ્રસ્ત પણ થઈ શકે છે એવામાં યોગ્ય સમયે તેનો ઈલાજ કરવો જરૂરી છે.

 

 

 

મસાજ કરવામાં આવે

 

જો તમારા હાથ પગ વધારે પડતી ખાલી ચડવાની સમસ્યા થતી હોય તો રાત્રે સૂતા પહેલાં જેતુંન, નારીયલ કે સરસવના તેલથી પ્રભાવિત ભાગોમાં મસાજ કરો. પગના તળિયા અને કરોડરજ્જુની મસાજ કરવાનું ભૂલાય નહી હાથ અને પગમાં ખાલી ચડી  જવાના કારણે થતા વાઈબ્રેશનનું મુખ્ય કારણ કરોડરજ્જુ હોય છે. મસાજ કર્યા બાદ ગરમ પાણીમાં ટુવાલને પલાળી પીઠ અને અન્ય ભાગોને સેક  કરો, આમ કરવાથી પણ શરીરના ખેંચાઈ ગયેલી માંસપેશીઓને આરામ મળશે. સતત આમ કરવાથી શરીર અને આ સમસ્યાથી છુટકારો મળશે.

 

એક્સરસાઇઝ જરૂર કરો

 

જ્યારે શરીરમાં રક્તસંચાર અને ઓક્સિજન યોગ્ય રીતે ન થતું હોય ત્યારે હાથ અને પગમાં ખાલી ચડી જતી હોય છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ યથાયોગ્ય રાખવા માટે રોજ કસરત કરવી જરૂરી છે, તમે એરોબિક્સ યોગા કે પછી સાધારણ ચાલવાની કસરત પણ કરી શકો છો. વૃદ્ધ વ્યક્તિ માટે હળવું હલન-ચલન કરવું પૂરતું રહેશે દરરોજ ઓછામાં ઓછો 45 મિનિટ ચાલવું જરૂરી છે.

 

હળદરનું સેવન

 

રોજ રાત્રે સૂતા પહેલા મસાજ કર્યા બાદ હળદર વાળું દૂધ પીઓ.એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખી અને રોજ લેવું જોઈએ, હળદરમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો શરીરને પોષણ પ્રદાન કરશે અને હાથ અને પગ થવાની સમસ્યા માંથી તમને રાહત અપાવશે.

 

તજનું સેવન

 

રોજ એક ચપટી તજ ખાવાથી શરીરમાં વિટામિન બી મેગ્નેશિયમ અને પોટેશિયમની ખામી દૂર થાય છે, તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ યથાયોગ્ય રીતે થાય છે. તમે તજનો ઉપયોગ દહીં નાખીને કરો કે પછી ગરમ પાણી સાથે સાંજના સમયે કોઈપણ રીતે કરો દરેક પ્રકારે હાથ અને પગ ખાલી ચડવાની  સમસ્યા દૂર થશે.

 

તણાવથી દૂર રહો

 

કેટલાક લોકો તનાવના કારણે પણ હાથ અને પગમાં ખાલી થવાની  સમસ્યા થતી  હોય છે, ત્યારે પોતાને શક્ય હોય તેટલું વ્યસ્ત રાખો. તેમજ તણાવ જેવી સ્થિતિમાં પાણી પીઓ તેમજ ક્યાંય બહાર ખુલ્લી જગ્યામાં નીકળી જવું, તણાવમાંથી તમારા મગજની નસો કામ કરવાનું બંધ કરી દે છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને હાથ-પગમાં ખાલી ચડવા  લાગે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS