કોટનના કપડામાંથી આ રીતે ઘર જ બનાવી શકો છો માસ્ક

  • April 07, 2020 11:50 AM 285 views

 

હાલ લોકડાઉનની સ્થિતિ છે અને કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં ઘરમાંથી માસ્ક લેવા માટે બહાર નીકળતા પણ ડર લાગે છે. લોકોને ચિંતા હોય છે કે ઘરમાંથી નીકળ્યા વસ્તુ લેવા અને પાછા આવીએ કોરોના લઈને તો....

 

આવી ચિંતાને દૂર કરવા આજે તમને ઘરે જ કેવી રીતે માસ્ક બનાવવું તેની રીત જણાવી દઈએ છીએ. આ માસ્કની ખાસિયત એ છે કે તેને તમે રીયુઝ કરી શકો છો. તેમ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે કોટનના કપડાથી પણ તમે મોં ઢાંકી અને સ્વરક્ષા કરી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ કે તમે ઘરે કેવી રીતે માસ્ક તૈયાર કરી શકો છો. 

 

સૌથી પહેલા તો કોટનનું મોટું કપડું લો. તેમાંથી તમારા મોં, નાકનોભાગ કવર થાય અને સાઈડમાં પણ કપડું લાંબુ રહે તે રીતે માપી અને તેને કટ કરો. હવે આ કપડા વચ્ચે થોડી ચીપટી લઈ અને સાઈડમાંથી કપડાની પટ્ટી મુકી સારી રીતે ટાંકા લઈ સીલ કરી દો. હવે સાદા માસ્કમાં જે રીતે રબ્બરનો ભાગ હોય છે તે કપડામાં બનાવવા માટે ઘરમાં જે વાળ માટે યુઝ કરતાં હોય તે રબ્બર લઈ લો. રબ્બર મોટું હોય તે યોગ્ય રહેશે. હવે માસ્કનો જે ભાગ કાન તરફ રહેવાનો હોય તે બંને બાજુ રબ્બર રાખી તેની અંદરથી કપડાની થોડી થોડી કીનારી વાળી અને તેમાં ફરીથી સોઈથી ટાંકા લઈ લો.. બસ તૈયાર છે હોમ મેડ માસ્ક. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application