પિઝ્ઝા ખાવાની ઈચ્છા છે ? તો ઘરે જ બનાવો ઝટપટ બ્રેડ પિઝ્ઝા

  • September 15, 2020 11:24 AM 708 views

 કોરોનાનાં સમયમાં લોકોનું બહાર ખાવાનું તો જાણે બંધ જ થઈ ગયુ છે. તેમાં પણ યુવાનો પોતોના ફેવરિટ પિઝ્ઝા-બર્ગર વગર જાણે અધુરા થઈ ગયા હશે. ઘણાં લોકો હવે ઘરે પિઝ્ઝા બનાવતા હોય છે. પરંતુ તેના માટે ઘણી બધી સામગ્રી અને પિઝ્ઝા માટેના સ્પેશિયલ રોટલાની જરૂર પડે છે. જે બજારમાંથી લાવવા પડે છે. જે હવે તમારે નહીં લાવવા પડે. તેની જગ્યાએ તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. તેમજ ઓવનની પણ જરૂર નથી. તો ચલો જોઈએ બ્રેડ પિઝ્ઝા બનાવવાની રીત...

 

સામગ્રી

 

બ્રડ – 6 નંગ

માખણ – 5 ટેબલસ્પૂન

ડુંગળી – 1 ઝીણુ સમારેલુ

મકાઈના દાણા – અડધો કપ બાફેલા

શિમલા મિર્ચ – 1 ઝીણુ સમારેલુ

ટમેટુ – 1 ઝીણુ સમારેલુ

મરી પાઉડર – ¼ ટેબલસ્પૂન

મોઝરેલા ચીઝ – 1 કપ છીણેલુ

પિઝ્ઝા અને ટમેટો સોસ – 6 ચમચી

મીઠુ – સ્વાદ અનુસાર

 

રીત

 

સૌથી પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ,  ટમેટો સોસ અને પિઝ્ઝા સોસ લગાવો. તેની ઉપર ડુંગળી, શિમલા મિર્ચ અને ટમેટુ નાખવું. ત્યારબાદ મકાઈના દાણા, મરી પાઉડર, મીઠુ અને ચીઝ નાખવું. આ તમામ વસ્તુ બ્રેડ પર વ્યવસ્થિત લગાવી લીધા બાદ નોનસ્ટિક પેન કે તવા ઉપર થોડુ માખણ લગાવીને તેના પર બ્રેડ મુકવી. પેન કે તવા ઉપર થોડી ઊંચી પ્લેટ દ્વારા બ્રેડને ઢાંકી દેવી. તેને 5 મિનિટ ધીમી આંચ પર રાખી મુકવી. થોડી થોડી વારે બ્રેડને ચેક કરતા રહેવું. જ્યારે દરેક વસ્તુ નરમ પડી જાય અને બ્રેડ થોડી કરકરી જણાય ત્યારે તેને પેન પરથી ઉતારી લેવી. તૈયાર કરેલી દરેક બ્રેડને આવી રીતે શેકી લેવી. તૈયાર છે તમારા બ્રેડ પિઝ્ઝા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application