જાણો હોકીમાં ભારતની જીતની ઐતિહાસીક સફર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે તો તેમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેની શરૂઆત 23 જૂન 1948ના રોજ થઈ હતી જોકે પહેલા આધુનિક ઓલિમ્પિક 1896માં ગ્રીસના એથેન્સમાં રમાડવામાં આવી હતી. ભારતે પોતાના સો વર્ષની સફર પૂર્ણ કરી લીધી છે. દેશ માંથી પ્રથમ વખત અધિકૃત ટીમ 1920ના ઓલમ્પિકમાં મોકલવામાં આવી હતી.

 

મેડલ જીત્યા છે જેમાં 9 ગોલ્ડ 4 સિલ્વર અને 12 બ્રોન્ઝનો સમાવેશ થાય છે, દેશને હોકીમાં 11 અને શૂટિંગમાં 4 પદક પણ મળ્યા છે, આ સિવાય રેસલિંગમાં 5 બેડમિન્ટન બોક્સિંગમાં 2-2 અને વેઈટ લિફ્ટિંગમાં 1-1 પદક પ્રાપ્ત થયા છે.

 

આ સફર ની અંદર ભારતે આગામી ૨૩ જુલાઇથી 8 ઓગસ્ટ સુધી યોજાનાર ઓલિમ્પિક માટે પૂરી તૈયારી સાથે કરવાની તૈયારી કરી છે, આ ગેમ આ વર્ષે યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે એક વર્ષ માટે તેને પાછી ખેંચવામાં આવી હતી, ભારત તરફથી સૌથી વધારે ખેલાડીઓની ટુકડી મોકલવાની તૈયારી ચાલી રહી છે, જેમાં દેશના બેડમિન્ટન, રેસલિંગ, બોક્સિંગ અને શૂટિંગના મેડલ પ્રાપ્ત થઇ શકે છે.

 

શરૂઆતના બે ઓલમ્પિક 1920માં 1924માં ખાલી હાથ રહ્યા બાદ ભારતે 1928માં પ્રથમ પદક પોતાના ખાતામાં નાખ્યું હતું, ત્યારબાદ સીધા ગોલ્ડપ્રાપ્ત કર્યું હતું. દેશને પ્રથમ મેડલ હોકીમાં પ્રાપ્ત થયું હતું આ સફળતાની અસર એ થઈ કે હોકીમાં ભારતે 1956 સુધી સતત 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. 1960માં સિલ્વર, 1964માં ગોલ્ડ 1968માં અને 1972માં બ્રોન્ઝ અને ત્યારબાદ 1980માં આઠમો ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. આઝાદી પછી ભારત દેશમાં રાષ્ટ્રીય ખેલ હોકી રહ્યો હતો, દેશમાં નાનામાં નાનો બાળક પણ હોકી રમતો હતો.

 

 1980માં ભારતને હોકીમાં 8 ગોલ્ડમેડલ પ્રાપ્ત થયા હતા, ત્યારબાદ 1983માં ક્રિકેટમાં વન-ડે વર્લ્ડકપ જીત્યા સાથે મોટાભાગના લોકોની પસંદગી હોકી તરફથી હટવા લાગી હતી, આ કારણે 1980 બાદ ભારતે આ રમતમાં કોઈ ઓલમ્પિક મેડલ પ્રાપ્ત કર્યું ન હતું, અને હવે ટોક્યો ઓલમ્પિકમાં ભારત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટે પ્રબળ દાવેદાર છે, આજે વર્લ્ડ રેન્કિંગમાં પણ હોકી ટીમમાં ભારત ચોથા નંબર પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS