શું તમે જાણો છો કે પંચામૃતના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની જરૂરીયાત હોય છે. કોરોના કાર્ડ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઘણા બધા ઉપાયોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે તમને કોરોનાવાયરસ થી બચીને રહેવા માટે કેટલાક સરળ ઉપાય જણાવીશું.

 

કોરોના વાયરસના સંક્રમણના કેસ દેશ અને દુનિયામાં સતત વધી રહ્યા છે, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનીના કેસ ચાર લાખને પાર થઈ ચૂક્યા છે રોજ ભારતમાં હજારો કેસો સામે આવી રહ્યા છે.

 

કોરોનાવાયરસ થી બચીને રહેવા માટે જરૂરી છે કે ખાવા પીવાની પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવે, એવી ચીજ વસ્તુઓનું વધારે સેવન કરવું જોઈએ કે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થઈ શકે.

 

ભગવાનની પૂજા કર્યા બાદ પંચામૃતનો સેવન કરવું જોઈએ જેના નિત્ય સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થઈ શકે છે અને પંચામૃતમાં પાંચ પવિત્ર ચીજ વસ્તુને મિક્સ કરી અને બનાવવામાં આવે છે.

 

પંચામૃતમા દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ અને તુલસીના પાન આ 5 વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

 

તમે ખૂબ જ સરળતાથી પંચામૃત બનાવી શકો છો દૂધ, દહીં, ઘી,ખાંડ અને મધને મિક્સ કરી અને પંચામૃત બનાવવામાં આવે છે. આ મિશ્રણમાં ત્યારબાદ તુલસીના પાન મિક્સ કરી શકો છો.

 

 

ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા પંચામૃતનુ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તેનું સેવન કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.


પવિત્ર ધાર્મિક ગ્રંથો પ્રમાણે તેનું સેવન કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાનને ભોગ ધરવામાં આવતા પંચામૃતનું સેવન કરવાથી મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.

 

પંચામૃત સેવન શરીર માટે લાભદાયક હોય છે ઘણા વિશેષજ્ઞો જણાવે છે કે પંચામૃતનું રોજ સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે, સાથોસાથ તેનું સેવન કરવાથી તમારી ત્વચાની ચમક પણ નિખરી આવે છે.

 

રોજિંદા પંચામૃતનું સેવન કરવાથી ઘણા બધા રોગોમાંથી છુટકારો મળે છે જેમાં તુલસીના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS