બુદ્ધિ શક્તિ પ્રબળ બનાવે છે આ ગ્રહનો શુભ પ્રભાવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ગ્રહો અનુકૂળ હોયતો શુભ પરિણામ મળે છે, અને ગ્રહો અલગ-અલગ સ્વભાવ અને ગુણો ધરાવતા હોય તે પ્રમાણે તેનું ફળ મળતું હોય છે. એક એવો ગ્રહ છે જેના શુભ હોવાના કારણે વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર હોય છે. તે પોતાની વાતોથી બીજાને આકર્ષિત કરી શકે છે. ચાલો જાણીએ આ ગ્રહ વિશે વિસ્તારથી.

 

જ્યોતિષ વિજ્ઞાનમાં બુધ ગ્રહ બુદ્ધિ, વિવેક, વાણી, વેપાર તર્કશક્તિ  તથા સંવાદનો કારક છે, તેમ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થઈ જાય તો તેને વેપારમાં લાભ થાય છે. તેની તર્કશક્તિ વધુ પ્રબળ બને છે તે પોતાની બૌદ્ધિક ક્ષમતાના બળ પર સફળતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિની સ્મરણશક્તિને અત્યંત તીવ્ર બનાવે છે, અને એવા વ્યક્તિ તર્ક કરવામાં હોશિયાર હોય છે.

 

બુધથી પ્રભાવિત વ્યક્તિ હાજર જવાબી હોય છે, એવા લોકો વ્યવહારિક હોય છે ભલે તેમના શારીરિક ક્ષમતા અન્ય લોકો કરતા ઓછી હોય પરંતુ માનસિક શક્તિ ખૂબ જ મજબૂત હોય છે. આવી વ્યક્તિ રુચિ આધારિત જ્ઞાન થકી આવક કરી શકે છે, અને ભવિષ્ય માટે દૂરોગામી વિચારધારા ધરાવે છે.

 

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને એક તટસ્થ  ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. આ ગ્રહની સાથે બીજા ગ્રહની યુતિ થાય ત્યારે તેને અનુરૂપ ફળ મળે છે. સૂર્ય અને શુક્ર સાથે બુધની મિત્રતા છે. જ્યારે મંગળ અને ચંદ્ર તેના શત્રુ ગ્રહ છે. જ્યારે ગુરૂ સમાન છે.

 

બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે આ કન્યા રાશિમાં ઉચ્ચનો અને મીન રાશિમાં નીચનો માનવામાં આવે છે. બુધવારનો દિવસ બુધ ગ્રહને સમર્પિત છે તેમજ આશ્લેષા જ્યેષ્ઠા અને રેવતી બુધના આધિપત્યમાં આવતા નક્ષત્રો છે.

 

કુંડળીમાં બુધ ગ્રહ મજબુત બનાવવા માટે જાતકોને બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. પન્નાનો નંગ ધારણ કરવાથી  બુધ ગ્રહ મજબુત બને છે.

 

પરંતુ આ રત્ન કોઈ જ્યોતિષીની સલાહ અનુસાર ધારણ કરવા જોઈએ બુધવારના દિવસે કોઈ મહિલાએ લીલા રંગના વસ્ત્રો કે બંગડી વગેરેનું દાન કરવું જોઈએ છે, જેનાથી બુધ કુંડળીમાં મજબૂત બને છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS