શરીરમાં પ્રોટીનની માત્રા વધારવા માટે આ ચાર વસ્તુઓનું સેવન કરો 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શરીરમાં પ્રોટીનની કમી થઈ જવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.જેમ કે ત્વચા પર લાલ ચકામાં થાય, વાળ ખરવા લાગે, વજન ઘટવા લાગે અને વધારે ભૂખ લાગવી વગેરે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ  શરીર માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું તત્વ છે.

 

જો શરીરમાં પ્રોટીનની માત્રા યોગ્ય હશે તો જલ્દી જલ્દી ભુખ નહી લાગે અને પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેવું લાગશે. આજે આ લેખમાં તમને ચાર  ચીજવસ્તુ  વિશે જણાવીશું કે જે તમને પ્રોટીન સારી રીતે પૂરું પાડી શકે છે.


નાસપતિ

 

100 ગ્રામ નાસ્પતિ માં લગભગ 2.6 ગ્રામ પ્રોટીનની માત્રા મળી આવે છે નાસપતિ સૌથી સારો સ્ત્રોત છે પ્રોટીન મેળવવા માટેનો, કારણ કે તેમાં ફાઈબર પણ બહોળા પ્રમાણમાં હોય છે. નાસ્પતિ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ શરીરને તમામ પ્રકારના રોગોથી બચાવે છે.

 

ફણસ

 

ખાટા-મીઠા સ્વાદવાળા ખાવામાં તે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં પ્રોટીનની પણ માત્રા બહોળા પ્રમાણમાં રહેલી હોય છે 100 ગ્રામ ફણસી અંદર 1.8 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે આ સિવાય વિટામિન બી6 ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિઝમને સારી રીતે જાળવી રાખે છે.

 

કિસમિસ

 

કિસમાં આયર્ન ફાઈબર અને પોટેશિયમ હોય છે 100 ગ્રામ કિસમિસ ની અંદર લગભગ 3.39 ગ્રામ પ્રોટીન હોય છે જો તમને મીઠી ચીજ વસ્તુઓ ખાવાનું પસંદ હોય તો રિફાઇન્ડ સુગર ની જગ્યા પર કિસમિસથી બનેલી ડીશનો ઉપયોગ કરો કિસમિસ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે.

 

જરદાલુ

 

જરદાલુમાં પોટેશિયમ અને વિટામિન એ ના ગુણો રહેલા હોય પ્રોટીનની માત્રા માટે ખૂબ જ સારું ગણી શકાય. 100 ગ્રામ જરદાલુની અંદર 1.4 ગ્રામ પ્રોટીન હોય છે. જેમાં સોડિયમની માત્રા બહુ ઓછી અને પોટેશિયમની માત્રા બહુ વધારે હોય છે, 100 ગ્રામ જ્ર્દાલુંમાં માં માત્ર 1 મિલીગ્રામ સોડિયમ મળે છે જ્યારે 259 મિલિગ્રામ પોટૅશિયમ મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS