પાવર બેંક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો કઈ પાવર બેંક છે બેસ્ટ

  • October 28, 2020 02:04 AM 345 views

 આમ તો આજકાલ સ્માર્ટફોનની બેટરી બહોળા પ્રમાણમાં મળી રહી છે, પરંતુ એક વર્ષ બાદ સ્માર્ટફોનની બેટરી નબળી પડવા લાગે છે, જ્યારે આપણી જરૂરિયાત ઓછી થતી હોતી નથી, સોશિયલ મીડિયાથી ગેમિંગ સુધી તમામ કામ ફોન પર થતું હોય છે એવામાં ફોનની બેટરીની જરૂરિયાત વધી જાય છે, પરંતુ બેટરી નબળી હોય છે ત્યારે પાવર બેંકની જરૂર પડે છે. કારણકે પાવર બેંક દ્વારા ફોનને  પણ ચાર્જ કરી શકાય, જો તમારા ફોનની બેટરી નબળી થઇ ગઇ હોય તો વ્યાજબી ભાવે પાવરબેંક ખરીદી કરવા માટે વિચારી રહ્યા હોય તો અહીં કેટલીક ખાસ પાવર બેંક વિશે આપને જણાવીશું.

 

Philips power bank


 જો તમે પોતાના માટે મજબૂત પાર્કિંગ શોધી રહ્યા હોય તો ફિલિપ્સ પાવર બેન્કને પસંદ કરી શકો છો. જેમાં તમને 10000 મેગાહર્ટઝની બેટરીની સાથે 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરનો સપોર્ટ મળશે. આ સિવાય તમને ચાર્જિંગ કેબલ પણ આપવામાં આવશે. જ્યારે પાવર બેંકની કિંમત 899 રૂપિયા છે.

 

Iball power bank


 આ પાવર બેંક માત્ર 799 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે, તમને ફાસ્ટ ચાર્જિંગની સાથે 10,000મેગા હર્ટઝની લિથિયમ પોલીમરની બેટરી મળશે, આ સિવાય કંપની તમને ચાર્જિંગ કેબલ પણ આપે છે જ્યારે પાવરબેન્ક બેંકનું વજન 187 ગ્રામ છે


Ambrane power Bank

 

આ પાવર બેંકને માત્ર 699 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે, તમને આ  પાવર બેંકમાં 12વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે 10,000 મેગા હર્ટઝની લિથિયમ પોલીમરની બેટરી મળશે, આ સિવાય કંપની તમને એક ચાર્જિંગ કેબલ પણ આપશે આ પાવર બેંકનું વજન પણ 187 ગ્રામ છે.


Syska power Bank

 

 આ પાવર બેંક માત્ર 749 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. જેમાં તમને 10000 મેગાહર્ટઝની લિથિયમ આયન બેટરી 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ, માઈક્રો કનેક્ટર અને યુએસબી પોર્ટ મળશે. આ સિવાય કંપની તમને એક ચાર્જિંગ કેબલ પણ આપશે. જ્યારે પાવર બેંકનું વજન 285 ગ્રામ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application