મોસમી ફળ શિંગોડા વિશે જાણો રોચક વાતો, આરોગ્યની દ્રષ્ટિએ પણ છે અનેક લાભ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલબત્ત શિંગોડા ખાસ લોકપ્રિય ફળ ન હોવા છતાં આપણે સહુ સારી રીતે તેને ઓળખીએ છીએ.કારણકે તે સાવ સ્થાનિક પ્રકારનું ફળ પણ નથી જ..વાસ્તવમાં તેનો ઘેરો કાળો રંગ અને તેનો અનિયમિત સ્વરૂપનો વિચિત્ર આકાર તેને લોકપ્રિય થવા દેતા નથી..અંગ્રેજીમાં તેને ઇન્ડિયન વોટર ચેસ્ટનટ કે કેલટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે.તેના વિષે નેચરોપેથીના તબીબો જણાવે છે કે શિંગોડા/ કેલટ્રોપ ટ્રેપા જાતિનો એક જળીય છોડ છે. આપણે તેનો જે સફેદ ભાગ ખાઈએ છીએ તે વાસ્તવમાં આ વનસ્પતિનું બી છે.આ બી વિચિત્ર આકાર અને અરુચિકર રંગના કોચલામાં ઘેરાયેલું હોય છે.

 

આ શિંગોડા ત્રણ જલીય છોડમાંથી મળી આવે છે.ટ્રેપા બાયકોર્નિસ લિંગ અથવા હોર્નનટ, ટ્રેપા નેટન્સ અને ટ્રેપા અથવા જે સુઈ નટ. જેમાંથી આપણા શિંગોડા મળી આવે છે તે ટ્રેપા બિસ્પીનોસા નામનો છોડ છે.આ દરેક છોડના ફળ ને વોટર ચેસ્ટનત જ કહેવાય છે પરંતુ મૂળ શિંગોડા થી ઘણા અલગ છે.


ઇન્ડિયન ચેસ્તનાટ ની માફક એક બીજી જાતિ ચાઇનીઝ જલિય ચેસ્ટનટની પણ છે. જો કે તે એક અલગ પ્રકારનો છોડ છે અને તેને એલોચેરિસ ડલ્સીસ તરીકે ઓળખવામાં આવે છે. આ છોડમાંથી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતાં કોમૅ મળે છે.આ કોર્મ  એક નાનું એવું ભૂગર્ભ સ્ટેમ છે જે ગોળા જેવા આકારનું હોય છે. ચાઇનીઝ વોટર  ચેસ્ટનટ ફળ કે બીજ નથી, પરંતુ તે જળીય શાક છે.શિંગોડાનું પોષણ મૂલ્ય જોઈએ તો પ્રતિ 100 ગ્રામ તેમાં 48.2 ગ્રામ પાણી, 3.4 ગ્રામ પ્રોટીન, 0.2 ગ્રામ ફેટ, 32.1 ગ્રામ કાર્બહાઈડ્રેટ, 3.3 ગ્રામ શર્કરા,730 કેલરી, 14.9 ગ્રામ ડાયેતરી ફાઇબર, 17.6 ગ્રામ કેલ્શિયમ, 0.4 ગ્રામ ઝીંક, 0.7 ગ્રામ આયર્ન, 0.8 ગ્રામ સોડિયમ અને 468 મિલિગ્રમ પોટેશિયમ હોય છે..
સ્વાસ્થ્યની દૃષ્ટિએ શિંગોડા એક અદભુત ખાદ્ય વિકલ્પ છે. આયુર્વેદિક અને યુનાની પ્રણાલીમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

 

પેટ, યકૃત, કિડની અને બરોળની બિમારીઓની સારવાર માટે તે ઘણું અસરકારક પુરવાર થાય છે.  તે મૂત્રવર્ધક છે, એન્ટિસેપ્ટિક છે.તે એક શીતળ ખોરાક છે, જે ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે આદર્શ છે.

 


 ઉબકાથી રાહત આપે છે અને ભૂખમાં સુધારો કરી શકે છે.પિત અતિસાર અને મરડોને નિયંત્રણમાં લેવા માટે વપરાય છે.
શિંગોદાનું ચૂર્ણ ખાંસીથી રાહત આપે છે.તે બળતરા ઘટાડે છે અને કામોત્તેજક તરીકે કામ કરે છે. શિંગોડાનો પાઉડર  લીંબુના રસ સાથે મિક્ષ કરી નિયમિત લગાવવામાં આવે તો ખરજવાની સારવારમાં તે અસરકારક પુરવાર થાય છે.

 


શિંગોડા ને બાફીને ખાવાથી તેની પૌષ્ટિકતાના  મહત્તમ લાભ મળે છે..અલબત્ત સૂકા શિંગોડાનો દળીને તેનો ફરાળી લોટ તરીકે ઉપયોગ કરી પૂરી, પરોઠા પેટીસ કટલેસ કે પીઝા સહિતની વાનગીઓનું ફરાળી વર્ઝન તૈયાર કરવામાં આવે છે.પરંતુ તે રીતે તેની પૌષ્ટિકતા માં ઘણો ઘટાડો થાય છે..તેના લોટનો ઉપયોગ દૂધને ઘાટું કરવામાં પણ થાય છે.
શિંગોડા ની વિશેષાઓ એ છે કે તેમાં ગલ્યુટેને નથી.ચરબી ઓછી છેકોલેસ્ટરોલ નથી,સોડિયમ ઓછું છે,
પોટેશિયમ વધારે છે


કેલ્શિયમ, આયર્ન, જસત અને ફોસ્ફરસ સહિતના ખનિજોની તેમાં ઘણી ઊંચી માત્ર છે.


તેમાં સારા એવા પ્રમાણમાં  રેસા પણ છે.આમ ઊર્જા માટેનો તે એક સારો સ્ત્રોત છે, સારો વિકલ્પ છે.


ભારતમાં શિંગોડા ની ખેતી ઓછામાં ઓછા 3,000 વર્ષથી કરવામાં આવે છે. તે બાફેલા કે  કાચા પણ ખાઈ શકાય છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ચીન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં પણ તેની ખેતી થાય છે.

 


શિંગોડાએ એક મોસમી ખાદ્ય ચીજ છે, તેથી જ્યારે પણ તેની મોસમ આવે ત્યારે તમારે તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ જ કારણ છે કે સિંઘાડાને આરોગ્ય માટે વરદાન પણ માનવામાં આવે છે. તેને સૂકવીને આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેના સેવનથી પણ ઘણા ફાયદા  મળે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS