જાણો બોલીવુડના આ નવોદિત સ્ટાર કિડ્સ કેટલું ભણ્યા છે

  • June 30, 2020 09:46 AM 151 views

 અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના નિધન પછી બોલિવૂડમાં એક નેપોટિઝમ નો મુદ્દો એકવાર ફરીથી ચર્ચાઈ રહ્યો છે એવું કહેવામા આવી રહ્યું છે કે સ્ટાર કિડ્સને તક આપવા માટે ઘણા બધા ફિલ્મ મેકર બહારના લોકોને કામ આપવા ની તસ્દી લેતા નથી આ સ્ટાર કિડ્સના અભિનય દેખાવ અને ફેશનની તો ચર્ચા થાય છે પરંતુ આજે આપણે જાણીશું કે કયા સ્ટાર ના બાળકો કેટલું ભણેલા છે.


જાનવી કપુર

 

બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જાનવી કપૂર એ ફિલ્મ ધડક દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું જાનવી એ પોતાની શાળાનું ભણતર ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હતું ફિલ્મોમાં પદાર્પણ કરતા પહેલા તેણે કેલિફોર્નિયા લી સ્ત્રાસબર્ગ થિયેટર ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં એક્ટિંગનો કોર્સ કર્યો હતો.


અનન્યા પાંડે

 

ચંકી પાંડે ની દીકરી અનન્યા પાંડે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.અનન્ય એ  2017માં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

 

સુહાના ખાન

 

શાહરુખ ખાન અને ગૌરી ની દિકરી સુહાનાને પ્રારંભિક અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કર્યો હતો હાલ સુહાના ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહી છે સુહાને અભિનય ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો અને હવે તે નજીકના ભવિષ્યમાં બોલિવૂડમાં પદાર્પણ કરી શકે છે.


અહાન શેટ્ટી 

 

સુનીલ શેટ્ટી ના દિકરા અહાન શેટ્ટી એ પણ બોલીવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી લીધી છે તે તેલુગુ ફિલ્મ આર એક્સ હન્ડ્રેડની રિમિક્સ હશે આહાને મુંબઈમાં ભણતર પૂર્ણ કર્યા બાદ અમેરિકામાં એક્ટિંગનો કોર્સ કર્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application