1 જુલાઇથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કોને મળશે યાત્રા માટે મંજૂરી

  • June 30, 2020 10:15 AM 262 views

 

1 જુલાઇથી ઉત્તરાખંડ રાજ્યના લોકો ચારધામની યાત્રા પર જશે ત્યારે બહારના રાજયોમાંથી આવનારા ઉત્તરાખંડ નિવાસી વોરંટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચારધામની યાત્રા કરી શકશે.જોકે કોરોનાવાયરસના સંક્રમણના કારણે આ વખતે ચારધામ યાત્રામાં બહુ ભીડ જોવા મળશે નહીં અને સીમિત માત્રામાં જ મુસાફર યાત્રા કરી શકશે

 

નવા નિયમ પ્રમાણે બદ્રીનાથમાં 1200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમનોત્રીમાં 400 લોકો એક દિવસમાં દર્શન કરી શકશે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો કોઈપણ ધામમાં જવા માટે અનુમતિ મળશે નહીં.

 

દર્શનના સમય વિશે જણાવવામાં આવ્યું છે કે ચારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાત થી સાત સુધી દર્શન કરી શકશે, તેમજ સાથોસાથ નવા નિયમ પ્રમાણે દર્શનમાં લોકોની ભીડ ન થાય તે માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે, અને લોકોને તો પણ વિતરણ કરવામાં આવશે આ સિવાય ચારધામ યાત્રામાં પુજારીની નજીક જવા પર પ્રતિબંધ હશે.

 

જોકે દેવસ્થાન બોર્ડને સરકારે આ નિર્ણય પર સ્થાનિક મંદિર સમિતિના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, મંદિર સમિતિનું કહેવું હતું કે બોર્ડના નિર્ણયને માનવા માટે મંદિર પ્રશાસન બંધાયેલું નથી. તેઓનું કહેવું છે કે ચારધામ યાત્રા પહેલાની જેમ જ પૂજાપાઠ થશે સમિતિનું કહેવું છે કે બહારથી આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવવાનું કોઈ બંધન નહીં હોય.

 


બીજી બાજુએ કેટલાક લોકો યાત્રા શરૂ કરવાના વિરોધમાં પણ છે તેઓનું કહેવું છે કે જો ચારધામ યાત્રા શરૂ થઈ તો કોરોના સંક્રમણનો ફેલાવો થઇ શકે છે, કોરોનાવાયરસ થી હજુ બચવાની જરૂરિયાત છે તીર્થના પંડિતોનું કહેવું છે કે કોરોના સંક્રમણ ઓછું થાય તો યાત્રાળુઓ યાત્રાની શરૂઆત કરી શકે છે, અને શરૂઆતના નિયમ પ્રમાણે ધાર્મિક યાત્રામાં ખૂબ જ ઓછા લોકો ઉપસ્થિત રહેશે પછીથી યાત્રીઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application