આખરે એ ઐતિહાસિક ક્ષણ આવી ગઈ જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરમાં ભગવાન શ્રીરામની અભિષેક વિધિ થવા જઈ રહી છે. ત્યારે આ પાવન પર્વ પર ઘણા ફિલ્મ સ્ટાર્સને પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ અયોધ્યા પણ પહોંચી ગયા છે. ત્યારે આપને જણાવી દઇએ કે, બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે રામના મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું છે. જીહા, હોલીવુડથી લઈને દક્ષિણ સુધીના ઘણા સેલેબ્સે મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે દાન આપ્યું છે. તો આજે અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીશું જેમણે રામ મંદિર માટે યથાશક્તિ દાન આપ્યું છે.
અક્ષય કુમાર
આ યાદીમાં પહેલું નામ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારનું છે. વર્ષ 2021માં એક વિડીયો શેર કરીને અક્ષય કુમારે તમામ દેશવાસીઓને રામ મંદિર નિર્માણ માટે દાન આપવાની અપીલ કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે પોતાનું યોગદાન આપ્યું છે. જોકે, તેણે આ રકમ જાહેર કરી નથી.
હેમા માલિની
મળતી માહિતી અનુસાર બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ પણ રામમંદિર માટે યોગદાન આપ્યું છે. પણ અભિનેત્રીએ રામમંદિર માટે જે યોગદાન આપ્યું છે તે રકમ ગુપ્ત રાખી છે.
અનુપમ ખેર
અનુપમ ખેરે મંદિરના નિર્માણ માટે ઈંટોનું દાન કર્યું છે. તમને જણાવી દઈએ કે અનુપમ ખેર શનિવારે જ રામની નગરી અયોધ્યા પહોંચી ગયા છે. અયોધ્યા પહોંચતા પહેલા અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. જેમાં વિડીયોમાં તેણે કહ્યું હતું કે, તે કાશ્મીરી હિન્દુની જેમ રામ મંદિરના ઉદ્ઘાટનમાં તેઓ હાજરી આપશે.
મુકેશ ખન્ના
પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ પણ રામમંદિર માટે યોગદાન આપ્યું છે. આ વાતની જાણકારી ખૂદ અભિનેતાએ સોશિયલ મીડિયા પર આપી છે. અભિનેતાએ 1.11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
પવન કલ્યાણ
માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથના પ્રખ્યાત અભિનેતા પવન કલ્યાણે પણ રામ મંદિર માટે દાન આપ્યું છે. અભિનેતાએ મંદિરના નિર્માણ માટે 30 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
ગુરમીત ચૌધરી
અભિનેતા ગુરમીત ચૌધરીએ પણ રામમંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. જેમાં તેણે લખ્યું હતું કે, "રામમંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે. આ શુભ કાર્ય માટે અમે ભગવાન રામના ચરણોમાં અમારો થોડો સહયોગ અર્પણ કરવા માંગીએ છીએ."
બોલિવૂડ હોય કે ટેલિવૂડ કલાકારોએ યથાશક્તિ અનુસાર રામમંદિર માટે દાન આપ્યું છે. જેમાં કોઇ કલાકારે તેમણે આપેલા દાનની રકમ અંગે જાણકારી આપી છે. તો કોઇ કલાકારે દાનની રકમ અંગે ખુલાસો કર્યો નથી. આ તરફ અયોધ્યા ખાતે કલાકારો પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે પહોંચી રહ્યા છે. રાજકારણીઓ, ક્રિકેટ જગતની હસ્તીઓ, ઉદ્યોગપતિઓ તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓ અયોધ્યા પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech