ઘરે રહીને પેટની ચરબીને કઈ રીતે બે અઠવાડિયામાં દુર કરશો, જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસને કારણે ઘરે રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે.ઘરેથી જ કામ કરવાથી  લોકોની જીવનશૈલી બદલાઇ ચુકી  છે. જિમ અને ફિટનેસ સેન્ટર સદંતર બંધ છે એવામાં લોકો બંધ રૂમમાં કલાકો સુધી સીટ પર બેસી અને વર્ક ફ્રોમ હોમ કરતા નજરે પડી રહ્યા છે. શારીરિક પ્રવૃત્તિ બિલકુલ બંધ જેવી છે. ત્યારે પેટ વધવાની સમસ્યા ઘણી વધી ગઈ છે કેટલાક લોકો એ નથી જાણતા કે ફિટનેસ સેન્ટર કે જીમ ગયા વિના પણ ઘરમાં રહી અને સરળતાથી પેટને ઓછું કરી શકાય છે.

 


ખોરાકમાં સુગર અને કાર્બોહાઇડ્રેટની વધારે માત્રા પેટ વધવાનું સૌથી મોટું કારણ છે. આ માટે પોતાના ડાયટમાં શુગર અને કાર્બોહાઇડ્રેટ વાળી ચીજવસ્તુઓને દૂર રાખવામાં આવે એટલું સારું છે. જ્યારે શુગર અને કાર્બોહાઇડ્રેટના કારણે શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થવા માંડે છે, જેના કારણે પેટ બહાર નીકળવા લાગે છે.

 

ડાયટમાં કાર્બોહાઈડ્રેટને કાઢવા નો અર્થ એ નથી કે તમે ગુડ ફેટ જ દૂર કરી દો. ડાયટમાં હેલ્થી કાર્બન સિવાય લીલા શાકભાજ અને પ્રોટીનની માત્રા વધારવી જોઈએ. આ માટે ખોરાકમાં શક્કરીયાં, પાલક, તાંદળજો સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

 

ઘરમાં રહીને પોતાની શારીરિક પ્રવૃત્તિને સદંતર બંધ થવા ન દો. ઘરની અંદર પણ થોડું ઘણું ચાલવું જોઈએ. કામની વચ્ચે પણ થોડી થોડી વારે સ્ટ્રેચ કરવા જોઈએ. આ સિવાય પોતાની ક્ષમતા પ્રમાણે કેટલુંક  વજન ઉપાડવાની પણ કોશિશ કરવી જોઈએ. આ રીતે શરીરમાં કેલરીની માત્રા વધારો નહીં થશે અને તમે ફિટ પણ રહી શકશો.

 

જો તમે ખાનપાનના વધારે પડતા શોખીન હોય તો જીભ પર થોડો કંટ્રોલ કરવાની જરૂર છે. અઠવાડિયામાં એક દિવસ પોતાના સ્વાદ માટે નવી ચીજ ખાઈ શકો છો પરંતુ બાકીના છ દિવસ ડાયટને લઈને તમે જાગૃત રહો તે જરૂરી છે.

 

લોકડાઉન દરમિયાન શરીરમાં પાણીની માત્રા બિલકુલ ઓછી થવા ન દો શરીરમાં પર્યાપ્ત પાણી લેવું જરૂરી છે, તેના દ્વારા શરીરના કોષોમાં પાણી જળવાઈ રહે છે. વધારે પાણી પીવાથી તમને ભૂખ પણ ઓછી લાગશે જેના કારણે શરીરમાં કાર્બોહાઇડ્રેટની માત્રામાં ઘટાડો થશે. આ માટે દિવસભર ખૂબ જ પાણી પીઓ અને રસાળ ફળોનું સેવન પણ કરતા રહો.

 

લોકડાઉનમાં પૂરતી માત્રામાં ઊંઘ લેવી જરૂરી છે. જેના કારણે માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરના કોષો તેમજ હાડકા સ્થિતિસ્થાપક થાય છે. રોજ આઠથી દસ કલાકની ઉંઘ લેવી જરૂરી છે, જે  તમને માનસિક અને શારીરિક રૂપે તંદુરસ્ત રાખી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS