રુદ્રાક્ષ ધારણ કરવાથી આ રોગમાં થશે લાભ, જાણો રુદ્રાક્ષનો મહિમા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભગવાન શિવની પૂજા હોય અને રુદ્રાક્ષનું નામ ન આવે એવું શક્ય નથી. આ માટે ભગવાન શિવના ઉપાસક રાશિ તેમ જ ગ્રહ પ્રમાણે રૂદ્રાક્ષ ધારણ કરતા હોય છે. સુખ સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત કરવા માટે તેમજ નિરોગી બનાવવા માટે તે સહાયક થાય છે, આ માટે નાના રુદ્રાક્ષનું ઘણું મહત્ત્વ વધી ગયું છે. લોકો તેને ફેશનની રીતે પણ ધારણ કરે છે.

 

સૌથી વધારે આશ્ચર્યજનક બાબત એ છે કે ભારતમાં માત્ર ત્રણ ટકા રુદ્રાક્ષનું જ ઉત્પાદન થાય છે. મહદ અંશે રૂદ્રાક્ષનું ઉત્પાદન ઇન્ડોનેશિયા અને નેપાળમાં થતું હોય ત્યાંથી આયાત કરવામાં આવે છે.

 

રુદ્રાક્ષની લોકપ્રિયતાનો અંદાજ એ બાબતથી જ લગાવી શકીએ કે તેનું ઓનલાઇન વેચાણ ઇન્ટરનેટના માધ્યમ પર થઈ રહ્યું છે, અને તે પણ 500 કરતાં વધારે વેબસાઈટ પર ઉપલબ્ધ છે. હાલમાં સોની બજાર થી લઇ અને રત્નની વિવિધ દુકાનો પર રુદ્રાક્ષ બહોળી સંખ્યામાં વેચાણ થઈ રહ્યા છે. રૂદ્રાક્ષ શા માટે ધારણ કરવામાં આવે છે તેના કારણો પર નજર કરીએ તો આ પ્રમાણે છે.


શિવજીના જપ, તપ અને પૂજામાં રુદ્રાક્ષ અને અનિવાર્ય માનવામાં આવ્યો છે, એ જ રીતે ધ્યાન, યોગ જેવી વૈકલ્પિક ચિકિત્સામાં પણ રુદ્રાક્ષનું સ્થાન સર્વોપરિ છે આ ગુણોના કારણે સદીઓથી ઋષિમુનિઓ તેને ધારણ કરતા આવ્યા છે.

 

મસ્તિષ્ક અને એકાગ્ર  બનાવવા માટે રુદ્રાક્ષના ગુણોનો કોઈ જોટો નથી. આ પહેરનાર વ્યક્તિની આસપાસ સકારાત્મક ઉર્જાનું વર્તુળ બની જાય છે. રુદ્રાક્ષ ધારણ કરનારને શ્રેષ્ઠ સ્વાસ્થય, પ્રસન્નતા, આધ્યાત્મિક ઉન્નતિ, સમૃદ્ધિ, રચનાત્મકતા, પરિવાર સાથે મનમેળ  તેમજ નીડરતા સહિતની માનસિક  પ્રબળતા પ્રાપ્ત થાય છે.

 

રુદ્રાક્ષમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન સહિત એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ક્લોરીન, કોબાલ્ટ, નિકલ, આયર્ન મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ ઓક્સાઇડ, ઝિન્ક મળી આવે છે, રુદ્રાક્ષમાં ચૂંબકીય અને વિદ્યુતીય ગુણ પણ હોય છે.


શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા પ્રમાણે સતીજીના  દેહત્યાગ ઉપરાંત પ્રજાપતી દક્ષનો  વિધ્વન્સ કરી ભગવાન રુદ્ર પોતાની પ્રિય પત્ની તેમજ દક્ષસુતા જગદંબા ભવાની માં સતીના શબને પોતાના હાથમાં ઉપાડી અને જ્યારે પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેમના પ્રેમના આંસૂઓમાંથી રુદ્રાક્ષ વૃક્ષનો જન્મ થયો. ત્યારથી રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રેમ સ્વરૂપ માનવામાં આવે છે. અભિજીત મુહૂર્તમાં હૃદયરોગી ચતુર્મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો તેને લાભ થાય છે.

 

ભગવાન શ્રીરામનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો, જેનો ઉલ્લેખ પણ રામચરિતમાનસના બાલકાંડમાં પ્રસંગમાં વર્ણવવામાં આવ્યો છે. આ માટે અભિજિત મુહૂર્તમાં કરવામાં આવેલું કાર્ય અન્ય મુહૂર્તની સરખામણીમાં લાભદાયક નીવડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS