શું જણોછો રાત્રે પલાળેલી મગફળી સવારે આરોગવાથી અનેક ફાયદા થાય છે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુકામેવા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે પરંતુ ઉનાળાની ઋતુમાં સૂકોમેવો ખાવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાની ઋતુમાં શક્ય હોય તો સૂકા મેવાને પલાળીને જ ખાવા જોઈએ. ગરમીના કારણે સૂકોમેવો ખાવાથી પેટની સમસ્યા ઉપસ્થિત થાય છે શું તમને ખબર છે કે મગફળી ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. મગફળી ઓછા ભાવે ગમે તે સ્થળે સરળતાથી મળી રહે છે. અન્ય સૂકા મેવાની સરખામણીમાં મગફળીનો ઉપયોગ વિવિધ પ્રકારે કરી શકાય છે. જો રાત્રે મગફળીને પલાળી અને ઊઠીને આરોગવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય અને ઘણો ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ મગફળીને પલાળીને ખાવાથી થતા ફાયદા વિશે.

 

બોડિબિલ્ડિંગ કરનારા પુરુષો માટે રોજ સવારે ઊઠીને પલાળીને મગફળીનું સેવન કરવામાં આવે તો ઘણો લાભ થાય છે જેમાં પ્રોટીનની પુરતી માત્રામાં મળી રહે છે તેમજ બોડી બિલ્ડર્સ ના શરીર ને પ્રોટીનની જરૂરિયાત હોય છે તમે સપ્રઉટ સાથે પણ તેને આરોગી શકો છો.

 

મગફળીમાં એવા ગુણ મળી આવે છે કે તેનાથી હૃદય સંબંધી બીમારીઓમાં સુરક્ષા પ્રાપ્ત થાય છે. મગફળીમાં  પ્રોટેક્ટિવ ગુણ મળી આવે છે.આ કારણે લોકો નિયમિત રૂપે પ્રોએક્ટીવ વાળા સ્ત્રોત્ર ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે.

 


ઘણા પ્રકારના સૂકા મેવાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે ત્યારે મગફળીમાં પણ ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. આ એક એવો ફેટી એસિડ છે જે મગજની કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કરે છે જે ઘરમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હોય તેઓએ રોજ પલાળેલી મગફળી નિયમિત રીતે ખોરાકમાં લેવી જોઈએ.

 

દરેક વ્યક્તિ પોતાની ત્વચાને ચમકદાર બનાવી રાખવા માટે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. મગફળીનું સેવન કરવાથી ત્વચાને ઘણા પ્રકારે લાભ મળે છે. મગફળીમાં એન્ટિ ઓક્સિડન્ટ ની માત્રા મળી આવે છે જેના કારણે રાત્રે પલાળીને સવારે સેવન કરવાથી  ત્વચામાં તાજગી જાળવી રાખી શકો છો.

 

ફાઇબર એક એવું પોષક તત્વ છે જે પાચનક્રિયાને સુચારુ રૂપથી ચલાવી રાખવા માટે મદદ કરે છે આ માટે ફાઇબર સ્ત્રોત દ્વારા ખાદ્ય પદાર્થો નિયમિત રૂપે ભોજનમાં લેવા જોઈએ જેના કારણે મગફળીનો તમે ડાયેટમાં સમાવેશ કરી શકો છો. મગફળીમાં ફાઇબર પોષક તત્વોની ભરપૂર માત્રામાં મળી આવે છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારું કામ કરે છે અને પેટ સંબંધી સમસ્યામાંથી છુટકારો મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS