સરળતાથી બનતી ખીચડી આરોગવાના અનેક ફાયદા, જાણો બે રેસિપી 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શું તમને એવું લાગે છે કે ખીચડીને માત્ર દર્દીઓએ જ આરોગવી જોઈએ તો તમારી આ માન્યતા ખૂબ જ ભૂલભરેલી છે. અલગ-અલગ સામગ્રી સાથે બનતી સ્વાદિષ્ટ ખીચડી તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. જાણો પૌષ્ટિક આહાર ખીચડીના ફાયદા તેમજ તેને બનાવવાની પદ્ધતિ.

 

ખીચડી આરોગવાના ફાયદા

 

1. દાળ ચોખા શાકભાજી અને મસાલામાંથી બનાવવામાં આવેલી ખીચડી ઘણી સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર હોય છે, જે શરીરને ઊર્જા તથા પોષણ આપે છે,તેમજ તેના દ્વારા તમામ પોષક તત્વો મળી રહે છે.

 

2. પાચનક્ષમતા ક્ષમતા નબળી હોય તો  આ ખોરાક સરળતાથી પચી જાય છે, અને પાચન યોગ્ય થાય છે જેથી બિમાર દર્દીઓ ને ખીચડી ખવડાવવામાં આવે છે, અને તેને ખાનાર વ્યક્તિની પાચન શક્તિ નબળી હોય તો પણ તેને નુકસાન થતું નથી.

 

3. મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન ગેસ કે અપચાની સમસ્યા અનુભવતી હોય ત્યારે ખીચડી ખાવી લાભકારક છે, અને આરામદાયક પણ છે ખીચડી આરોગ્યા બાદ પેટ ભારે લાગતું નથી અને સરળતાથી પાચન પણ થાય છે.

 

4. જ્યારે રસોઈ કરવાનો મૂડ ન હોય ત્યારે ખીચડી એક સરળ પદ્ધતિ છે, જે તુરંત જ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે, તમે વિભિન્ન પ્રકારની દાળ, મગફળી અને અન્ય સામગ્રી સાથે બનાવી અને વિવિધતા પણ લાવી શકો છો

 

1 દહીં ખિચડી

 

 

સામગ્રી

 

 

1 કપ રાંધેલા ચોખા

 

 2 કપ દહી 

 

2 ચમચી તેલ 

 

1/4 કપ દૂધ

 

સમારેલી કોથમીર

 

2 લીલા મરચાં

 

1 ચમચી ચણાની દાળ

 

1 ચમચી અડદની દાળ

 

1 ચમચી રાય

 

1.5 ચમચી કાપેલું આદુ

 

1 ચમચી સુકું નારિયેળ

 

અડધી ચમચી નમક

 

વિધિ

 

  • તેલ ગરમ કરો અને તેમાં રાય નાખો.
  • રાય કડવા લાગે પછી તેમાં ચણા અને અડદની દાળ નાખી દો.
  • એક મિનિટ પછી તેમાં આદુ, ધાણા ભાજી, લીલાં મરચાં નાંખી અને એક મિનિટ સુધી હલાવતા રહો.
  • હવે તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં ચોખા, નમક, નાળિયર બધું જ મિક્સ કરો.
  • આ મિશ્રણને દહીં અને દૂધમાં મિક્સ કરી અને પીરસો.
  •  


2.વેજીટેબલ ખીચડી

 

 

સામગ્રી

 

એક બાઉલ ચોખા

 

અડધો બાઉલ મગની ફોતરાવાળી દાળ

 

એક બટેટુ

 

2 લીલા મરચા

 

એક સીમલા મરચું ઝીણું કાપેલું

 

1/4 બાઉલ વટાણા

 

હિંગ, જીરા, રાય અને હળદર વઘાર માટે

 

1 આદુનો ટુકડો

 

અડધી ચમચી તીખા અને લવિંગનો પાવડર

 

ઘી, નમક તેમજ લાલ મરચું સ્વાદ પ્રમાણે

 

વિધિ

 

  • સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ થોડી વાર માટે પાણીમાં પલાળી દો.
  • આદુને પીસી લો.
  • કુકરમાં ઘી ગરમ કરીને રાઈ જીરું હિંગ હળદર તથા આદુ નાંખી અને ફ્રાય કરો.
  • હવે ત્રણ બાઉલ પાણી નમક અને મરચું નાંખી કુકરને બંધ કરી દો.
  • એક સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દો.
  • પીરસતી વખતે તીખાનો પાઉડર અને ધાણા પાછી ગરમા ગરમ વેજીટેબલ ખીચડીમાં લીંબુ નાખી અને પીરસો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS