વાળને સુંદર બનાવતી આ ઘરગથ્થું ચીજો વિષે આપ જાણો છો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 શું તમે જાણો છો કે ઓઈલ લગાવ્યા વિના કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવી શકાય છે.પહેલાંના સમયમાં વાળ ખરવાની તકલીફ આટલી મોટી નહોતી તેથી જ આપણી મમ્મી અને દાદીના યુવાનીના ફોટા જોઇએ તો આપણને જણાશે કે તેમના વાળ લાંબા, કાળા, ઘાટ્ટા અને કેટલા સિલ્કી હતા. તે સમયે રહેણીકરણી, ખાણીપીણી અત્યાર જેવી નહોતી. તે સમયે પ્રદૂષણનું પ્રમાણ પણ નહીંવત્ હતું. આ ઉપાયો થી જે તમે ઓઈલની જગ્યાએ ઉપયોગ કરીને વાળને હેલ્ધી રાખી શકો છો અને વાળ સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો. અહીં જણાવેલ કોઈપણ 1 ઉપાય તમે સપ્તાહમાં 1-2 વાર અજમાવી શકો છો.

 

એલોવેરા જેલ


એલોવેરા સ્કેલ્પના સીબમ પ્રોડક્શન અને પી.એચ સ્તરને સંતુલિત કરે છે, જેના કારણે વાળ ખરતાં ઓછા થાય છે અને હેર ગ્રોથ વધે છે. એલોવેરા જેલમાં અઢળક ફાયદા છુપાયેલા છે. આ જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ મળી આવે છે. વળી તેમાં વિટામિન ઇ, બી, સી હોય છે જે વાળ અને ત્વચા બંને માટે ખૂબ જ લાભદાયી છે.1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. આનાથી ડેન્ડ્રફ અને હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.

 

લીંબુનો રસ 


 વાળમાં શેમ્પુ કર્યા પછી બે કે ત્રણ લીંબુનો રસ એક કપ પાણીમાં ભેળવી વાળ પર લગાવવો. પછી ૫થી ૧૦ મિનીટ રહેવા દેવું. ત્યારબાદ વાળ પાણીથી ફરી ધોઈ નાખવા. આ એક નેચરલ ક્ન્ડીશનીંગનું કામ કરે છે અને વાળને સુંવાળા, ચમકતા અને મેનેજેબલ બનાવે છે.1 લીંબુના રસમાં 2 ચમચી પાણી મિક્ષ કરીને વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આનાથી હેરનું ઈન્ફેક્શન દૂર કરશે.

 

મેથી


એક કપ પાણીમાં 3 મોટા ચમચા મેથીના દાણાને છ કલાક સુધી પલાળીને રાખો. આ દાણાને થોડા પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેમાં 3 મોટી ચમચી શિકાકાઈ મિક્સ કરો અને ઘસો, અડધો કલાક રહેવા દો અને પછી શેમ્પૂ કરી લો. વાળના વિકાસ માટે અઠવાડિયે 1 વાર આવું કરો.2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેની પેસ્ટમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો અને અડધો કલાક વાળમાં લગાવી હેર વોશ કરી લો.

 

ગાજર


 ગાજરમાં બીટા કેરોટિન હોય છે. આ એન્ટિ ઓક્સિડન્ટ વિટામિન-ઇમાં બદલાઇ જાય છે. આ તમારા વાળને નિસ્તેજ અને ડ્રાય થતાં બચાવે છે સાથેસાથે તેના સેવનથી વાળનાં મૂળ મજબૂત બને છે. મૂળ મજબૂત હશે તો વાળ ખરવાની સમસ્યા આપોઆપ ઓછી થઇ જશે.2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો. આનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી થશે. સાથે જ વાળનો ગ્રોથ પણ વધશે. સાથે જ વાળ નેચરલી કાળા પણ થશે.

 

લસણ

 

સૌપ્રથમ લસણને છોલીને, ધોઈને સારીરીતે સાફ કરી નાખો. હવે લસણની કળીઓને પીસી નાખો અને તેની એક પેસ્ટ (ચટણી જેવું) તૈયાર કરો. લસણ પીસતી વખતે તેમાં થોડું પાણી નાખો કે જેથી આ પેસ્ટ મુલાયમ બને. હવે લસણની આ પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢો અને તેમાં ઓલિવ ઓઈલ અને પિપરમિન્ટ ઓઈલ (ફુદીનાનું તેલ) મિક્સ કરો. હવે એક ચમચીથી આ બધું મિક્સ કરી લો. હવે તૈયાર થઈ ગયેલી લસણની આ પેસ્ટને તમારા રેગ્યુલર શેમ્પૂમાં મિક્સ કરો અને તેનો ઉપયોગ કરો. તમે આ લસણ શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકો છો.

 

બટાકા


બટાકાને બાફ્યા બાદ વધેલા પાણીમાં એક બટેટાને મસળી નાખીને તે પાણીથી માથું ધોવાથી તમારા વાળ ચમકીલા, મુલાયમ અને જડથી મજબુત થશે. વાળમાં ખંજવાળ, સફેદ થવાં કે ટાલ વગેરે જેવી સમસ્યાઓ તાત્કાલિક રૂપે અટકી જાય છે અને તમારી વાળની લંબાઇ પણ વધે છે.2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો.

 

બીટ


 વાળ માટે બીટના પાંદડા ખુબ લાભદાયક હોય છે. બીટના પાંદડાને મહેંદી સાથે ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો નિયમિત રીતે વાળમાં લગાવો. વાળ ખરવાના બંધ થઇ જશે. તે ઉપરાંત બીટના પાંદડાને હળદર પાવડર સાથે ભેળવીને માથામાં લગાવવાથી પણ વાળ ખરવાની સમસ્યા થી છુટકારો મળે છે.1-1 ચમચી બીટ અને તલના તેલને મિક્સ કરી લો. તેને સ્કેલ્પમાં લગાવી એક કલાક બાદ ધોઈ લો.

 

દહીં


દહીંમાં દહીં, મધ અને સફરજન સીડર સરકો ઉમેરીને સુસંગત પેસ્ટ બનાવો. તમારા વાળને વિવિધ વિભાગોમાં વિભાજીત કરો અને તમારા માસ્કને તમારા વાળ પર લાગુ કરો અને તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. સામાન્ય પાણીનો ઉપયોગ કરીને તમે તમારા વાળ ધોઈ શકો છો. તમે તમારા વાળ ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો.


 મીઠો લીમડો

 

મીઠા લીમડામાં એન્ટિઓક્સિડન્ટ અને બી ૧૨ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી ત્વચા અને વાળ માટે ઉપયોગી છે. તે આપણા સ્કાલ્પને હાઇડ્રેટ કરે છે. અને મૃત કોષોને હટાવી ત્યાં નવા કોષો ઉત્પન્ન કરે છે, જેથી નવા વાળ ત્યાં ઊગે છે અને હેર ગ્રોથ વધે છે. મીઠા લીમડામાં રહેલા વિટામિન્સ વાળના મૂળને મજબૂત બનાવે છે. તેમાં રહેલું બીટા કેરાટીન અને પ્રોટીન્સ વાળને કુદરતી ચમક આપે છે.1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS