કયુ શિવ મંદિર છે કે જ્યાં ભગવાન શિવના મુખની પૂજા થાય છે, ચાલો જાણીએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશ અને દુનિયામાં ભગવાન શંકરના વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે, દરેક માં ભોળાનાથ વિરાજમાન છે. તેમાંથી જ એક છે પંચકેદાર માં આવેલું રુદ્રનાથ મંદિર. જે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. તમને જણાવી દઈએ કે ભગવાન શંકરનું મંદિર સમુદ્ર થી 3600 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ભગવાન શિવના મુખની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં ખાસ બાબત એ છેકે ભગવાન શિવ ના બાકીના શરીર ની પૂજા નેપાળના કાઠમંડુમાં કરવામાં આવે છે. આજ કારણથી આ મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ખાસિયતને કારણે ઘણું પ્રસિદ્ધ છે.

 

પૌરાણિક કથાઓ મુજબ મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના પાપ માંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હતા, આ માટે તેમણે શ્રીકૃષ્ણ પાસે જઇને તેનો ઉપાય જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને ભગવાન શંકરની શરણમાં જવાની સલાહ આપી હતી. એવો કથામાં ઉલ્લેખ છે કે પાંડવોએ પોતાના જ કુળનો નાશ કર્યો હતો, આ માટે ભગવાન શિવ પાંડવોથી નારાજ થયા હતા. આ માટે જ્યારે પાંડવ વારાણસી પહોંચ્યા તો ભગવાન શિવ ગુપ્તકાશીમાં જઈ અને છુપાઈ ગયા હતા. પાંડવ ગુપ્તકાશી પહોંચ્યા તો ભોળાનાથ કેદારનાથ પહોંચી ગયા હતા. અહીં તેમણે બળદનું રૂપ ધારણ કરી લીધું હતું. એવી વાયકા છે કે પાંડવોએ ભગવાન શિવના આશીર્વાદ અહીંથી પ્રાપ્ત કર્યા હતા.

 


એ જાણી લઈએ કે આ મંદિરને પશુપતિનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો રુદ્રનાથ મંદિર અન્ય મંદિરો કરતા અલગ છે. આ માટે દૂર-દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં શિવજીની લિંગ રૂપની પૂજા નહીં પરંતુ તેમના મુખની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે આ મંદિરમાં સ્થાપિત ભગવાન શિવના મુખને નીલકંઠ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે.

 

પંચકેદારમાં રુદ્રનાથના નામનો સમાવેશ

 

એવી માન્યતા પ્રચલિત છે કે જ્યારે ભગવાન શંકર બળદના રૂપમાં અંતર્ધ્યાન થયા તો તેમના ધર્મ નો ઉપર નો ભાગ કાઠમંડુમાં પ્રગટ થયો હતો. જેને પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવે છે. તો ભગવાન શિવની ભુજાઓ તુંગનાથમા, નાભિનો ભાગ મધ્યમાહેસ્વરમાં, બળદના પીઠની આકૃતિ રૂપ કેદારનાથમાં પૂજવામાં આવે છે. આ સિવાય કહેવામાં આવે છે કે ભગવાન શિવની જતા કલ્પેશ્વર માં પ્રગટ થઈ હતી અને મુખ રુદ્રનાથ માં, આ પાંચે સ્થાનોને પંચકેદાર કહેવામાં આવે છે. જેમાંથી એક છે રુદ્રનાથ મંદિર.


દુર્લભ પાષાણ મૂર્તિ ના થાય છે દર્શન

 

કહેવામાં આવે છે કે રુદ્રનાથ મંદિરની પાસે જ વિશાળ પ્રાકૃતિક ગુફાના માં બનેલા મંદિરમાં ભગવાન શિવની દુર્લભ પાષાણ મૂર્તિના દર્શન થાય છે. લોકોના જણાવ્યા પ્રમાણે દેવોના દેવ મહાદેવની આ દુર્લભ મૂર્તિ સ્વયંભૂ છે અને આજ સુધી તેના રહસ્ય વિશે કોઇ જાણી શક્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS