જાણો સ્વિઝરલેન્ડના ફેસ કવરિંગ પ્રતિબંધ વિશે કાયદો બનવાથી થઈ શકે છે મુસલમાન નારાજ : રવિવારે મતદાન

  • March 03, 2021 09:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વિઝરલેન્ડમાં સાર્વજનિક સ્થાનો ઉપર બુરખા સહિત કોઈ પણ રીતે ફેસ કવરિંગના બેન્ડને લઈને રવિવારે જનમત સંગ્રહ કરાવવામાં આવશે. ઓપિનિયન પોલથી જાણવા મળ્યું છે કે મોટાભગાના સ્થાનિકો આ પ્રતિબંધનું સમર્થન કરશે અને આ બેન્ડ કાયદો બની જશે. સ્વિઝરલેન્ડમાં ફેસ કવર કરવા ઉપર પ્રસ્તાવિત  બેન્ડને લઈને તમામ મુસલમાનો નારાજગી જાહેર કરી રહ્યાં છે.

 

રાઈટ વિંગની સ્વિસ પીપલ્સ પાર્ટી આ બાબતે એક કેમ્પઈન ચલાવી રહી છે. અનેક સ્થાનો ઉપર બિલબોર્ડ લગાવવામાં આવ્યાં છે. જેમા બુરખો પહેરેલી મહિલાઓની તસ્વીર સાથે અતિવાદને રોકવાની વાત કરવામાં આવી છે. એસવીપીના એક સાંસદ અને રેફરેંડમ કમિટીના સભ્ય વલ્ટર વોબમનાએ કહ્યું હતું કે સ્વિઝરલેન્ડમાં અમારે ત્યાં પરંપરા રહી છે કે તમે તમારો ચહેરો બતાવો. તે અમારી મૂળભૂત સ્વતંત્રતાનું સંકેત છે. જોકે રજૂ કરાયેલા પ્રસ્તાવમાં મુસ્લિમ મહિલાઓનો સીધો ઉલ્લેખ ક્યાય કરવામાં આવ્યો નથી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિંસક પ્રદર્શનકારીઓ અને માસ્ક પહેરીને ગુના કરતા લોકોને રોકવા માટે ફેસ કવરિંગ ઉપર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

 

રાજનૈતિક વિશ્લેષકોના મતે જો પ્રતિબંધ અમલી બને છે તો મુસલમાનોની નારાજગી વધી શકે છે. વર્ષ 2009માં સ્વિઝરલેંડમાં નવી મિનાર બનાવવા માટે પણ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સ્વિઝરલેન્ડમાં અગાઉથી બે જગ્યાઓ ઉપર ફેસ કવરિંગ ઉપર પ્રતિબંધ છે. વોબમેને કહ્યું હતુ કે આ વોટિંગ મુસલમાનો સામે નથી. પરંતુ બુરખો પહેરવો એ કટ્ટર અને ઈસ્લામની રજનિતીનો હિસ્સો બની ગયું છે. યુરોપમાં ઈસ્લામનું રાજનિતિકરણ ઝડપથી વધી રહ્યું છે. જેની સ્વિઝરલેન્ડમાં કોઈ જગ્યા નથી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application