સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સાથે જોડાયેલા આ અનોખા સત્ય વિશે જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


અક્ષરધામ મંદિર નું સંપૂર્ણ કોમ્પ્લેક્સ 83,342 સ્ક્વેરફુટ એરિયામાં  આવેલું છે.આ મંદિરનિ આર્કિટેકનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે 1000 વર્ષ કે તેથી વધારે સમય સુધી અડીખમ રહી શકે.

 

આ મંદિરમાં 10 દરવાજા અને વૈદિક સાહિત્ય ની 10 દિશાઓ મુજબ બનાવવામાં આવ્યા છે જે એ દર્શાવે છે કે  જે એ દર્શાવે છે કે સકારાત્મક ઉર્જા કોઈપણ તરફથી આવી શકે છે.

 

અક્ષરધામ મંદિરમાં 200થી વધારે ભારતીય ગુરુઓ, સાધુઓ, આચાર્ય અને દેવતાઓની પથ્થરની મૂર્તિઓ આવેલી છે. જેમાં 234 રતન જડેલા મામલાઓ છે નવ રત્નો જડેલા છે અને સંપૂર્ણ મંદિરની મૂર્તિઓ ને ગણવામાં આવે તો લગભગ 20હજારથી વધારે અલગ અલગ ધાતુઓ, લાકડા અને પથ્થર થી બનાવેલી મૂર્તિઓ છે.

 

અક્ષરધામ મંદિરમાં દુનિયાનો સૌથી મોટો યજ્ઞ કુંડ આવેલલો છે, 108 નાના મંદિરો અને 2870 સીડીઓ ચડ્યા બાદ યજ્ઞકુંડ સુધી પહોંચી શકાય છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ 17 ડિસેમ્બર 2007ના રોજ આ મંદિરને સૌથી વિશાળ હિન્દુ મંદિર જાહેર કર્યું છે. 


અક્ષરધામ મંદિરમાં એક કમળ આકારનું સુંદર ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે,જેનું નામ લોટસ ગાર્ડન છે, આ ગાર્ડનમાં પથ્થરો પર સ્વામી વિવેકાનંદ અને હિંદુ ધર્મ ગુરુઓના વચન શેક્સપિયર અને માર્ટીન લ્યૂથરના ક્વોટ પણ લખવામાં આવ્યા છે. 

 

મંદિરની અંદર એક એર થિયેટર પણ આવેલું છે,જેમાં સ્વામિનારાયણ ભગવાન વિશે જાણકારી આપવામાં આવે છે.

 

અક્ષરધામ મંદિરની આસપાસ નારાયણ સરોવર છે જેમાં ભારતના પ્રસિદ્ધ 151 તળાવના પાણી લાવી અને ભેળવવામાં આવ્યા છે. જે હિન્દુ ધર્મના 108 દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે રાજસ્થાનથી લાવવામાં આવેલા લાલ પથ્થરોથી ત્રણ હજાર ફૂટ લાંબા પણ બનાવવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS