કેકેવી ચોક-રૈયા ચોકડીએ કોરોના ટેસ્ટ બુથનો પ્રારંભ કરાવતા મેયર

  • March 20, 2021 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમિત અટકાવાવના ભાગરૂપે આજરોજ કે.કે.વી. ચોક અને રૈયા ચોકડી પાસે નિ:શુલ્ક રેપીડ ટેસ્ટ બુથનો શુભારંભ કરાયો. આ પ્રસંગે મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય કમિટીના ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, આરોગ્ય કમિટીના વાઈસ ચેરમેન દક્ષાબેન વસાણી તથા સભ્ય ડો.દર્શનાબેન પંડ્યા, ડેપ્યુટી કમિશનર પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો.વાજા, ડો.પી.પી. રાઠોડ વિગેર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ફરી કોરોનાના કેસો વધવાનું શરૂ થયેલ હોય કોરોના વાઇરસના કારણે વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે ફરીને વિનામુલ્યે રેપીડ ટેસ્ટીંગ બુથ શરૂ કરાયેલ છે. મેયર ડો.પ્રદીપ ડવએ જણાવેલ કે, લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો દેખાય તો કોઈપણ જાતના ગભરાટ વગર તુરંત જ ટેસ્ટ કરાવવા અપીલ કરેલ અને કે.કે.વી. ચોક ખાતે જે લોકોએ માસ્ક ન પહેયર્િ હોય તે લોકોને માસ્ક આપેલ અને માસ્ક પહેરવા જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS