કેકેવી બ્રિજનું કામ સાહમાં પૂર્ણ: CM કરશે લોકાર્પણ

  • July 03, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૦થી ૨૦ જુલાઇ વચ્ચે લોકાર્પણ ફાઇનલ: આગામી ૧૦ જુલાઇએ પ્રોજેકટ પૂર્ણ થશે તેવી કોન્ટ્રાકટરની કમિશનરને લેખિત ખાતરી




રાજકોટવાસીઓ માટે લાપસીના આંધણ મુકવા જેવા ખુશખબર છે કે કેકેવી બ્રિજ પ્રોજેકટનું કામ તા.૧૦ જુલાઇ સુધીમાં પૂર્ણ થઇ જશે અને તા.૧૦થી ૨૦ જુલાઇ સુધીમાં બ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના લોકાર્પણ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેકેવી ચોક એલિવેટેડ લાયઓવર બ્રિજ પ્રોજેકટ આગામી તા.૧૦ જુલાઇ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો પત્ર કોન્ટ્રાકટર એજન્સી રણજીત બિલ્ડકોનએ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલને પત્ર પાઠવ્યો છે.




આજે તા.૩ જુલાઇની સ્થિતિએ બ્રિજનું ૯૮ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેતું બે ટકા કામ આગામી સાત દિવસમાં મતલબ કે તા.૧૦ જુલાઇ સુધીમાં પૂર્ણ થઇ જશે. આજે સાંજ સુધીમાં બાકી રહેતું ડામરકામ પણ પૂર્ણ થશે. હાલમાં કલરકામમાં ટચિંગ તેમજ અંતિમ તબક્કાનું ફિનિશીંગ વર્ક ચાલી રહ્યું છે.





મહાપાલિકાના શાસકો બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાવવા આતુર છે આથી આ બ્રિજના આ લોકાર્પણની તારીખ સુનિશ્ચિત કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની આજે સાંજે મીટીંગ મળશે જેમાં શહેરમાં નિર્માણ પામેલ પ્રથમ મલ્ટી લેવલ ઓવરબ્રિજના લોકાર્પણ માટે મુખ્યમંત્રીનો સમય માગવામાં આવશે. પ્રાથમિક અંદાજ મુજબ તા.૧૦થી ૨૦ જુલાઇ વચ્ચે લોકાર્પણ થશે પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કર્યા બાદ મુખ્યમંત્રી કઈ તારીખમાં કન્ફર્મેશન આપે છે તેના ઉપર બધું આધારિત રહેશે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી લોકાર્પણ માટે કન્ફર્મેશન મળ્યા બાદ સત્તાવાર તારીખ જાહેર કરાશે અને નિર્ધારિત દિવસે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે .૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટના સર્વપ્રથમ મલ્ટી લેવલ બ્રિજ પ્રોજેકટ એવા કેકેવી લાય ઓવર બ્રિજ પ્રોજેકટનું ખાતમુહર્ત જાન્યુઆરી– ૨૦૨૧માં કરાયું હતું અને ૧૮ માસની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ ૩૦ મહિને કામ પૂર્ણ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application