કેકેવી બ્રિજનું કામ પૂર્ણ થવામાં; ૨૦ જૂન આજુબાજુ લોકાર્પણ

  • June 07, 2023 01:27 PM 

રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ બ્રિજનું ૯૫ ટકા કામ પૂર્ણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાવવા સમય માંગતા મેયર ડો.પ્રદીપ ડવ: બ્રિજ ઉપર ૭૦ ટકા ડામરકામ પૂર્ણ, બાકી રહેતું ૩૦ ટકા કામ સપ્તાહમાં પૂર્ણ થશે: લાઇટ પોલનું ફિટિંગ અને વાયરિંગ કમ્પ્લિટ: કામની ઝડપ વધારવા ડે-નાઇટ ટ્રિપલ શિફ્ટમાં કામગીરી, મજૂરોની સ્ટ્રેન્થ ડબલ કરાઇ




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ગૌરવપથ કાલાવડ રોડની ટ્રાફિક સમસ્યા ઉકેલવા કેકેવી ચોકમાં રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ ફ્લાય ઓવર બ્રિજનું ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ૨૦ જૂન આજુબાજુ લોકાર્પણ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે તેમ મેયરએ જણાવ્યું હતું.



વધુમાં મેયર ડો.પ્રદીપ ડવએ ઉમેર્યું હતું કે કેકેવી બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાવવાની તેમની ઇચ્છા છે આથી આ માટે મુખ્યમંત્રીનો સમય મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. બ્રિજનું કામ તો લગભગ તા.૧૫ જૂન આજુબાજુ પૂર્ણ થઈ જશે ત્યારબાદ પાંચ દિવસમાં જરૂરી આનુસંગિક તમામ કામ પૂર્ણ કરાશે અને ત્યાં સુધીમાં સીએમઓમાંથી તારીખ પણ મળી જશે, મુખ્યમંત્રીનો સમય મળે તે દિવસે બ્રિજનું લોકાર્પણ થશે.


દરમિયાન કેકેવી બ્રિજના પ્રોજેકટ હેડ સિટી એન્જીનીયર કે.એસ.ગોહેલએ જણાવ્યું હતું કે બંને સાઈડના સર્વિસ રોડ ઉપર થ્રી-લેયર ડામર કામ પૂરું થઇ ગયું છે અને બ્રિજ ઉપર પણ ૭૦ ટકા ડામર કામ અને ઇલેક્ટ્રિક પોલ તેમજ તેના વાયરિંગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં બ્રિજ ઉપર કલર કામ ચાલુ છે તે પણ અંતિમ તબક્કામાં છે. આજથી આગામી નવ દિવસમાં આ તમામ કામ પૂર્ણ થશે, આખરી તબક્કાના આ કામની ઝડપ વધારવા ડે એન્ડ નાઇટ ટ્રિપલ શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે તેમજ મજૂરોની સ્ટ્રેન્થ પણ ડબલ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application