કોરોનાકાળમાં લીંબૂ અને સંતરા જેટલો જ લાભ કરશે કિવિ, જાણો તેના લાભ વિશે

  • April 27, 2021 08:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કિવિ દેખાવમાં એક નાનું ફળ છે પરંતુ તે પોષક તત્વોથી ભરપુર છે. તે ખટમીઠું ફળ છે. કોરોનાના આ સમયમાં લીંબૂ અને સંતરા જેટલો જ ફાયદો તમને કિવિ પણ કરી શકે છે. ઉનાળાની ઋતુમાં કિવિનો રસ પીવાથી શરીરને અનેક સમસ્યાઓથી બચાવી શકાય છે. તે વિટામિન કે, વિટામિન સી, વિટામિન ઇ, ફોલેટ, પોટેશિયમ વગેરેનો સારો સ્રોત છે. કિવિમાં એન્ટીઓકિસડન્ટ વધુ પ્રમાણમાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 

 

 
કિવિનો રસ પીવાના ફાયદા 


 
1. કોરોનાના સમયમાં તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે. કિવિનો રસ રોગપ્રતિકારક શક્તિ માટે સારો માનવામાં આવે છે. તેમાં વિટામિન સી હોય છે જે પ્રતિરક્ષા ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

 

2. આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આંખ છે. આપણે આંખોની મદદથી જ દુનિયાને જોઈ શકીએ છીએ. આંખોને સ્વસ્થ રાખવા માટે કિવિનો રસ પીવો જોઈએ. તે આંખોનું તેજ વધારે છે અને તેને અનેક પ્રકારના ચેપથી આંખને સુરક્ષિત રાખે છે.

 

3. જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો કિવિના રસનું સેવન કરો. કિવિના રસમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

 

4. કિવિનો રસ પાચન તંત્ર માટે સારો માનવામાં આવે છે. જો તમને પેટની સમસ્યા છે તો તમારે કિવિનો રસ પીવો જોઈએ. તેમાં રહેલા પોષક તત્વો કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવામાં મદદ કરી શકે છે.

 

5. જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો કિવિ ખાવાથી તમને વજન વધવાની ચિંતા રહેશે નહીં. તે લો ફેટ ફ્રુટ હોવાથી વજન વધવા દેશે નહીં. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS