રાજકોટના આકાશમાં પતંગો ઉડશે: પવન નહીં પણ નિયમોમાં લપેટાશે પતંગરસિકો

  • January 13, 2021 06:10 PM 623 views

સવારે 8.15 કલાકે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, કાલે ઉત્તરાયણનું પર્વ


આવતીકાલે મકરસંક્રાંતિનું પર્વ છે. આભની અટારીએ પતંગ ચડાવવા માટે પતંગ રસિકો ની મોજ આ વખતે પવન નહીં પણ નિયમો બગાડશે. અગાઉ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પતંગ ઉત્સવ ઉજવાશે નહીં ત્યારબાદ ફરી વખત પ્રતિબંધો સાથે પતંગ ઉત્સવ મનાવવાની મંજૂરી મળતા છેલ્લે પતંગ અને ફિરકી ની ધૂમ ખરીદી નીકળી છે. આવતીકાલે મકર સંક્રાતિના દિવસે સૂર્ય અસ્ત પહેલા રાશિ બદલતો હોય છે. આવતી કાલે 08:15 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને કમુરતા ના દિવસો પૂરા થશે અને 15મી તારીખથી શુભ પ્રસંગો અને આજે આવેલ કમુરતા નું વિઘ્ન દૂર થશે જો કે આ વર્ષે જાન્યુઆરીમાં ખૂબ જ ઓછા મુહૂર્ત છે.સૌરાષ્ટ્રમાં પણ હવે ગુજરાત જેટલું જ પતંગ ઉત્સવ નું મહત્વ રહેલું છે. ઉતરાયણની એક મહિના પૂર્વે જ આભમાં રંગબેરંગી પતંગો ઉડતા હોય છે ખાસ કરીને નાના બાળકો અને યુવાનોમાં મકરસંક્રાતિ પહેલાના દરેક રવિવારે પતંગો ચગાવવાનો ઉત્સાહ હોય છે.અને પ્રતિવર્ષ ધાબા પાર્ટીના આયોજનો થતા હોય છે ત્યારે આ વર્ષે કોરોના ને લઈને સરકાર જોખમ લેવા માગતી ન હોય જેને પરિણામે પતંગ ઉત્સવ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. પતંગ રસિકો માં આવતીકાલે પતંગોની પેચ લગાવવા અને પતંગ કાપવા માટે ભારે ઉત્સાહ છવાયો છે પરંતુ આ ઉત્સાહમાં નિયમો આડસરૂપ બનશે.


સૌરાષ્ટ્રવાસીઓ નો ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી નો મુકામ અગાસી પર મિત્ર વર્તુળ અને પરિવારજનો સાથે હોય છે આકાશમાં રંગબેરંગી અલગ અલગ વેરાઇટી દ્વારા પતંગોની રંગોળી સાથે પરિવારજનો અને ગ્રુપ સાથે ઉંધીયુ ,પુરી, શ્રીખંડ, શેરડી, જીંજરા, ખીચડો, અલગ-અલગ ચીકી ની જયાફત માણનારા ઉત્સવ પ્રેમીઓ ને આ વખતે ભેગા નહીં પણ અલગ અલગ ઉજવણી કરવાનો વારો આવ્યો છે. જો નિયમોનું ઉલ્લંઘન હશે તો પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવાશે તેવું સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. કોરોના કારમાં જે રીતે દરેક તહેવારોની ઉજવણી થઇ છે તે રીતે જ આ વખતે ઉત્તરાયણની ઉજવણી પણ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application