કિસાન ક્રેડિટ કાર્ડ

  • February 11, 2020 02:36 PM 8 views

વડોદરામાં લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની ઝુંબેશ શરુ

વડોદરા જીલ્લાના ખેડૂત ખાતેદારોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દર 4 મહિને રૂ.2000 પ્રમાણે વાર્ષિક રૂ.6000ની સહાય મળશે.

વડોદરા જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની ઝુંબેશ શરુ કરાઇ છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ પત્રકારોને જણાવ્યું હતું કે,  જિલ્લાના 1,59,086 ખેડૂત ખાતેદારો પૈકી 71,511 ખેડૂતો પાસે કે.સી.સી.છે.જેથી હવે 87575 ખેડૂત ખાતેદારોને કે.સી.સી.આપવામાં આવશે. તદુપરાંત માછીમારો અને પશુપાલકોને પણ કે.સી.સી.હેઠળ આવરી લેવાની કામગીરી તા.23મી ફેબ્રુઆરી જારી રહેશે.જે માટે જિલ્લાના ગ્રામસેવક,તલાટી કમ મંત્રી તેમજ કૃષિ યોજનાના અધિકારીઓ ખેડૂતોને મદદ કરશે.શાલિની અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું. કે,પી.એમ.કિસાન યોજના અંતર્ગત એક ખાતા હેઠળ ખેડૂત પરિવારના એકથી વધુ લાભાથી હશે તો તે તમામને અલાયદા કે.સી.સી.મળવાપાત્ર છે. માછીમારો તેમજ પશુપાલકોને ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરાશે.ખેડૂતોએ લાભ મેળવવા માટે અરજીપત્રકમાં 8-આ નો ઊતારો તેમજ ફોટો રજૂ કરવાનો રહેશે.અરજનો ઊતારો ઓનલાઇન ઉપલબ્ધ હોઇ ખેડૂતોએ પી.એમ.કિસાનની વેબસાઇટ અને આઇ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પરથી અરજીપત્રક મેળવી શકશે. અરજીપત્રકો ભરીને સાધનિક જરૂરી દસ્તાવેજો સાથે પોતાના વિસ્તારની બેંકની સર્વિસ બ્રાન્ચમાં રજુ કરવા અનુરોધ પણ કર્યો હતો.