પોરબંદરમાં મહાત્માં ગાંધી જન્મસ્થળ કિર્તીમંદિર, સુદામા મંદિર બંધ કરાયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં ‘કોરોના વાયરસ’ સામે સાવચેતીના પગલા લઈને તંત્રને કીર્તિમંદિર અને સુદામા મંદીરમાં લોકોને પ્રવેશવા પર ૨૯ માર્ચ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્રણ દિવસ પૂર્વે સરકારે સ્કૂલ, કોલેજ, ટ્યુશન, સિનેમાને ૨૯ માર્ચ સુધી બંધ રાખવા અંગે આદેશ આપ્યા હતા. હાલ પોરબંદરનું સરકારી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને તકેદારીના ભાગ‚પે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. પોરબંદરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને દરરોજ વિવિધ વિભાગના અધિકારીઓ અને એસોસીએશનના હોદ્દેદારો સાથે મીટીંગ પણ યોજાઈ રહી છે. પોરબંદરના એમ.જી. રોડ ઉપર આવેલ ભાવેશ્ર્વર મહાદેવ મંદિર તેમજ કેદારેશ્ર્વર મહાદેવ મંદિર અને ભુતનાથ મહાદેવ મંદિર સહિતના પ્રખ્યાત મંદિરો સહિતના સ્થળે પણ લોકોને મોટી સંખ્યામાં એકઠા નહીં થવા માટે સુચના આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS