કિમની કોરોનાને લઈ ક્રૂરતા: ચીનથી આવેલા અધિકારીની ગોળી મારી હત્યા 

  • February 14, 2020 12:57 PM 82 views

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની તાનાશાહીથી દરેક વાકેફ છે. અહીં એક નાનકડી ભૂલ પર પણ મૃત્યુ દંડ આપવામાં આવે છે. તાજેતરમાં જ આવી એક ઘટના બની છે જેમાં કોરોના વાયરસનો ચેપ લાગશે તેવા ભયના કારણે કિમએ એક અધિકારીની ગોળી મારી હત્યા કરાવી દીધી છે. 

 

આ અંગે મળતી માહિતી મુજબ ઉત્તર કોરિયાના એક અધિકારીને કોરોના વાયરસના ચેપની શંકાના આધારે આઇસોલેશન સેન્ટરમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. પરંતુ આ અધિકારીએ ભૂલથી પબ્લિક બાથરૂમનો ઉપયોગ કર્યો. આ ઘટના તેના જીવનની અંતિમ ઘટના બની ગઈ.


 
દક્ષિણ કોરિયાનો આ વ્યક્તિ ચીનથી પરત ફર્યો ત્યાર બાદ તેને એક અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીને જાહેર બાથરૂમના ઉપયોગ કર્યો અને આ ભુલના કારણે તેને દોષી ગણી ગોળી મારી તેની હત્યા કરી દેવામાં આવી છે.