ચીરઇ પાસે માલગાડીમાં લાગેલી આગમાં દાઝેલા ૧ નું મોત

  • August 01, 2020 10:23 AM 634 views


રેલ્વે પ્રશાસને જણાવ્યું ઉચ્ચી સ્તરીય સમિતિ દ્રારા તપાસ આરંભાઇ
ગાંધીધામ :  મુન્દ્રા જવા માટે યુપી થી નીકળેલી એસી કન્ટેનર ધરાવતી ટ્રેનના એક ડબ્બામાં ભચાઉના ચીરઈ પાસે આગ લાગી જતાં તેમાં બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમાંથી એકનું અમદાવાદ લઈ જતા સમયે મોત નીપયું છે. તો અન્ય એકને અમદાવાદમાં સારવાર અપાઇ રહી છે.


ઉત્તર પ્રદેશના દાદરી થી મુન્દ્રા જઈ રહેલી એસી કન્ટેનર કાર્ગેા ટ્રેન ગુરૂવારના રાત્રે ૯:૩૦ વાગ્યે કચ્છમાં પ્રવેશીને ભચાઉના ચીરાઇ ગામના સ્ટેશન ઉપર પહોંચી ત્યારે તેના એક કન્ટેનર માંથી આગની વાળાઓ નીકળતી દેખાતી હતી. રેલવે સ્ટેશનમાં ઉપલબ્ધ અગ્નિશમન સામગ્રી તથા અન્યોની મદદથી આગને ગણતરીના સમયમાં કાબુમાં લેવાઇ હતી. પરંતુ ચિંતાની વાત તે હતી કે ઘટના સમયે તે કન્ટેનરમાં ૪ એટેન્ડટ ઉપસ્થિત હતા. જેમાંથી એક સંપૂર્ણ દાઝી જતા ગંભીર સ્થિતિમાં હતો. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં રહેતા ૩૦ વર્ષીય એટેન્ડન્ટ નીધીશ કુમાર જય પ્રકાશ શર્મા ને વધુ સારવાર ની જરૂરત લાગતા, તેને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી રહૃાા હતા ત્યારે સામખયાલી પાસે મેડિકલ સ્ટાફે તપાસતા તેમનું પ્રાણ–પંખેં ઉડી ગયું હોવાનું સામે આવ્યું હતું. યારે કે અન્ય દાઝેલા યુપીના શહેરમાં રહેતા ૨૭ વર્ષીય એટેન્ડન્ટ પ્રશાંતકુમાર શર્મા ને અમદાવાદ વધુ સારવાર અપાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર એસી કન્ટેનર ધરાવતી આ માલગાડી ના જનરેટર ધરાવતા કન્ટેનર ની અંદર ૪ એટેન્ડન્ટ હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાંથી બે ને કોઈ ઈજા પહોંચી નહતી. ઘટના પાછળનું પ્રાથમિક તારણ શોર્ટ સકિર્ટ માનવામાં આવી રહૃાું છે. આ અંગે એરીયા રેલવે મેનેજર આદિશ પથાનીયા એ જણાવ્યું હતું કે મુંબઈની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્રારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application