સાઉથની સુપરહિટ ફિલ્મની હિંદી રીમેકમાં રણવીર સિંહ સાથે રોમાન્સ કરશે કિયારા અડવાણી

  • June 17, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિયારા અડવાણી ધીરે ધીરે બોલિવૂડમાં પગ પેસારો રહી ચુકી છે અને હવે એક પછી એક મોટી ફિલ્મો અભિનેત્રીના હાથમાં આવી રહી છે. તેવામાં હવે ચર્ચા છે કે સાઉથની સુપરહિટ ફિલ્મ 'અન્નિય'ની હિન્દી રિમેકને હવે ચાહકો સામે લાવવાની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચર્ચા છે કે નિર્માતાઓ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કિયારા અડવાણીને લઈ રહ્યા છે.

 

આ સાથે જ રણવીર સિંહ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણવીર સિંહ સાથે કિયારા અડવાણી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે અને ચાહકોનું જોરદાર મનોરંજન કરશે. જો કે આ વાતની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.

 

પરંતુ અંદરખાને ચર્ચા છે કે 'કબીર સિંહ'ની પ્રીતિ એટલે કે કિયારા અડવાણી આ ફિલ્મમાં રણવીરની સામે જોવા મળશે. કિયારા આ ફિલ્મમાં નંદિનીની ભૂમિકા ભજવશે, જે અસલ ફિલ્મમાં અભિનેત્રી સુધાએ ભજવી હતી. જો કિયારાને આ ફિલ્મ મળે છે તો તે તેની કારકીર્દિની શ્રેષ્ઠ ફિલ્મ બની શકે છે.

 

વર્ષ 2005 માં આવેલી 'અન્નિયન' ચાહકોમાં ખૂબ લોકપ્રિય થઈ હતી. તેનું હિન્દી ડબ વર્ઝન 'અપરિચિત' પણ ખૂબ પ્રખ્યાત રહ્યું છે. આ ફિલ્મમાં વિક્રમ વકીલની ભૂમિકામાં હતો. જે હિંદી રીમેકમાં રણવીર કરશે. જો કે એક વાત નક્કી છે કે રણવીરને આ રોલમાં જોયા પછી ચાહકો તેની પાછળ પાગલ થઈ શકે છે.

 

કિયારા અડવાણીની વાત કરીએ તો તાજેતરમાં અભિનેત્રીએ બોલિવૂડમાં 7 વર્ષ પૂરા કર્યા છે. દરમિયાન વર્ચુઅલ મીટમાં, જ્યારે કોઈ ચાહકે કિયારાને પૂછ્યું, તે તેની આગામી ફિલ્મમાં કયા હીરો સાથે કામ કરવા માંગશે? અભિનેત્રીએ તુરંત રણવીર સિંહનું નામ રાખ્યું છે, ત્યારબાદ આ ફિલ્મમાં અભિનેત્રીની ફાઈનલ હોવાની ચર્ચાઓ તેજ થઈ છે.   

 

જણાવી દઈએ કે કિયારાને શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહથી ખ્યાતિ મળી હતી. ત્યારથી અભિનેત્રીના હાથમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. ચાહકોને ફિલ્મ ગુડ ન્યૂઝમાં પણ તેની ભૂમિકા ગમી હતી. આ ફિલ્મ પછી તે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં જોવા મળી હતી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS