ખોડાપીપરના બે મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશ્યનને નોકરીમાંથી છૂટા કરાયા

  • April 05, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસપાસના 13 ગામમાં ટીમ બનાવી તમામ લોકોનો સર્વે કરાશે: ચરણસિંહ



મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં આરટીપીસીઆર ટેસ્ટના ખોટા રિપોર્ટ અંગે પ્રસિધ્ધ થયેલા અહેવાલને પગલે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારને આ સંદર્ભમાં તાત્કાલીક તપાસના આદેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલીક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપે છે તે અન્વયે પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય)ને તપાસ સોંપી તાત્કાલીક અહેવાલ રજૂ કરવા જણાવેલ.

 


પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) તથા જિલ્લા કમિટીના પ્રાથમિક અહેવાલને પગલે જવાબદારો સામે તાત્કાલીક અસરથી કડક પગલાં લેવા મળે સૂચના મુજબ ડો.સાગર જમનભાઈ ડોબરિયા, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખોડાપીપર, કુ.દીપ્તિબેન પારેલિયા લેબટેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખોડાપીપર તથા ડો.પ્રફુલ્લ વી. ઠુંમર આરબીએસકે (ધનવંતરી રથ) મેડિકલ ઓફિસરને તાત્કાલીક અસરથી છૂટા કરવાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરેલ છે.

 


વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાપીપર નીચે આવતા 13 ગામોમાં ટીમ બનાવીને તમામ વસતીને સર્વેલન્સ ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ તથા કોવિડ-19 રોકથામની આનુષાંગિક કામગીરી તાત્કાલીક અસરથી કરવા પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS