ખાવડા પોલીસ પર હુમલો

  • June 30, 2020 10:00 AM 537 views


ભુજ તાલુકાના ખાવડા પીએસઆઈ અને પોલીસ કર્મીઓ ઉપર હુમલો થતા ઈજા ગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ખાવડા નજીક જુણાથી દેઢીયા ગામ તરફ ખાવડા પીએસઆઈ સહીત પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા રેતી ભરીને જતા વાહનને અટકાવી પુછપરછ કરતા લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું અને ઘર્ષણ થતા ટોળાએ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યાે હતો. જેમાં પીએસઆઈ સહીત બે થી ત્રણ કોન્સ્ટેબલને નાની મોટી ઈજાઓ થવા પામી છે. તમામને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.


છેલ્લા ઘણા સમયથી કચ્છમાં રોયલ્ટી ચોરીનો વ્યાપ વધ્યો છે. પોલીસ દ્વારા આ અંગેની સઘન કામગીરી કરી રોયલ્ટી ચોરી અટકાવવાનો અને જે સ્થળોએથી ચોરી થઈ રહી છે ત્યાં રેડ કરીને મોટી માત્રામાં ખનીજ સંપત્તિ અને સાધનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રેતી ભરેલા વાહનને અટકાવી પોલીસ દ્વારા પુછપરછ દરમ્યાન થયેલા આ બનાવથી પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા અને તેમને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application