ગુજરાતમાં પોલીસનો ખાખી યુનિફોર્મ બદલી ડિઝાઇનર ડ્રેસ આવશે: ટૂંક સમયમાં અમલ

  • July 03, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ પહેરવેશના નવા કલેવર સાથે જોવામા મળશે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઈઝેશન દ્વારા પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને એનઆઇડી દ્વારા આ પહેરવેશને લઈને ખાસ રિસર્ચ અને સર્વે કરવામાં આવ્યો હતો ખાખી પહેરવેશની સાથે ટેરીકોટનના કપડા ઉનાળાની આકરી ગરમીમાં અગવડ રૂપ બને છે આથી પોલીસ નો ડ્રેસ બદલવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગુજરાત પોલીસ ખાખી ડ્રેસ ને બદલે નવી ડિઝાઈનવાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળી શકે છે.




ગુજરાત પોલીસ અને ખાનગી યુનિવર્સિટીના સહયોગથી પોલીસ દળને તદ્દન નવો જ દેખાવ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સુચિત નવા યુનિફોર્મમાં પોલીસ જવાન અને અધિકારીઓને ગુનાની જગ્યાએ અત્યંત ચપડતાથી અને ફ્રન્ટ લાઈન સૈનિક માં તબદીલ કરી નાખશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.




હાલ ખાખી ડ્રેસ અને ટેરીકોટન નો બનેલો છે જ્યારે નવા ડ્રેસમાં પોલીસ જવાને સંપૂર્ણ સગવડતા મળે તેવા પ્રકારના ખુલતા ડ્રેસની તરફેણ સર્વેમાં કરવામાં આવી છે. ગુજરાતમાં પડતી આકરી ગરમી અને પોલીસ જવાનોના ચુસ્ત અને ટેરી કોટન કપડા ખુબ અગવડ પેદા કરે છે તેથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે ની ભલામણ અધિકારીઓ દ્વારા આવકારવામાં આવી છે. આ માટે રચાયેલી સમિતિના સભ્યો હાલ કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બૂટની ચકાસણી કરી રહ્યા છે ટૂંક સમયમાં તેઓ આ અંગે વિધિવત જાહેરાત કરે તેવી શક્યતા છે.




તાજેતરમાં નાગાલેન્ડ પોલીસ તંત્ર પોલીસ જવાન અને અધિકારીઓના પારંપરિક યુનિફોર્મમાં બદલાવ લાવી ખુલતા શર્ટ અને કાર્ગો પેન્ટ યુનિફોર્મ દાખલ કર્યો છે ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા વર્તમાન એકદમ ચુસ્ત અને ટાઈટ પેન્ટ ના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડનાઈઝેશન દ્વારા અંગે પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.



નવો યુનિફોર્મ કોટન સાથે મિશ્રિત કપડા નો બનાવવામાં આવશે જેમાં લશ્કરના જવાન જેવા શર્ટ કાર્ગો પેન્ટ,હાઈકિગ બુટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એક એવી માહિતી મળી રહે છે સૂચિત નવા ડ્રેસમાં પોલીસ અધિકારીઓ હોદા ને દર્શાવતા સ્ટારની જગ્યાએ આર્મીના અધિકારીઓ જેવી એમ્બ્રોઇડરી કરેલા ફ્લેગ મૂકવામાં આવશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application