વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના પોઝિટિવ

  • July 20, 2020 12:48 PM 1844 views

 

ગુજરાતમાં કોરોના વાયરસનો કેસ સતત વધી રહ્યા છે. કોરોનાથી હવે નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. આજે રાજ્યના વધુ બે જાહેરજીવન સાથે સંકળાયેલા નેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે જાણવા મળ્યાનુસાર વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી અને અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે.  આ સાથે જ વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application