કેશુભાઈ: પોતાની તાકાતથી સત્તા સુધી પહોંચનાર સૌરાષ્ટ્રના છેલ્લા નેતા

  • October 30, 2020 10:10 PM 2263 views

કેશુભાઈ સવદાસભાઈ પટેલની વિદાય સાથે સૌરાષ્ટ્રનો એક બોલકો અવાજ વિલિન થયો. ભલે વ્યર્થ તો વ્યર્થ પણ તેમણે વિરોધ કર્યો હતો. પોતાને થયેલા અન્યાયનો વિરોધ, પક્ષમાં ઉપરથી નેતા ઠોકી બેસાડવાનો વિરોધ. એ વિરોધનું કશું પરિણામ ન આવ્યું એમાં કેશુભાઈની સારપ જવાબદાર રહી. વિરોધ પણ એમણે મયર્દિામાં રહીને કર્યો. એ એટલા ખરાબ ન થઈ શકયા જેટલા થવાથી સત્તા ફરી મેળવી શકાય. ભલે કેશુભાઈના ગુણગાન અત્યારના નેતાઓ ગાતા હોય, તેમને છોડી દેનારાઓમાં આજના ઘણા નેતાઓ હતા. કેશુભાઈને હટાવાયા પછી તેમને સાથ દેનારા મોટાભાગના ભાજપી નેતાઓ ડૂબ્યા હતાં. કેટલાક વર્ષો સુધી સાઈડલાઈન રહ્યા પછી માંડ ફરીથી સક્રિય થઈ શકયા છે. ઈતિહાસ એનો રહ્યો છે કે કેશુભાઈ તે સાથીદારોને બચાવી શકયા નહીં. દરેક ચૂંટણી વખતે તેમના નામે હાકલા પડકારા થયા, વાતાવરણ ગરમ થયું અને અંતે બાપા પાણીમાં બેસી ગયાનું ચિત્ર ઉપસ્યું. 2012ની ચૂંટણીમાં તેમણે મોડે મોડે ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો પક્ષ બનાવીને ઉમેદવારો ઉભા રાખ્યા ત્યારે પાંચ બેઠકો મળી હતી. જો તેમનો પક્ષ વહેલો સક્રિય બન્યો હોત તો પરિણામો પર ધારી અસર પાડી શકયો હોત. એ છેલ્લો પ્રયત્ન હતો. એ પછી પક્ષ ભાજપમાં વિલિન કરી નખાયો અને કેશુભાઈના પુત્ર વિસાવદરની બેઠક પર પણ હારી ગયા એટલે તેમના પરિવારની રાજકીય સફરનો પણ અંત આવ્યો.

કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના છેલ્લા એવા નેતા હતાં જે પોતાની તાકાતથી રાજ્યના રાજકારણમાં ટોચ પર હતાં. તેઓ પસંદગી પામીને સર્વોચ્ચ સ્થાન પર નહોતા પહોંચ્યા, તેમની તાકાત એટલી હતી કે તેમને કોઈ અવગણી શકે નહીં. મધ્ય અને ઉત્તર ગુજરાતની સામે સૌરાષ્ટ્રના રાજકીય બેલેન્સમાં કેશુભાઈ મહત્વનું ફેકટર હતાં. કેશુભાઈના સમયમાં અને તે પહેલા ગુજરાત ભાજપમાં ભયંકર જૂથબંધી હતી એની વચ્ચે મુખ્યપ્રધાનપદે ટકી રહેવાનું મુશ્કેલ કામ કેશુભાઈએ કર્યુ હતું. અને એમને જયારે 2001ના ભૂકંપ બાદ હટાવવામાં આવ્યા ત્યારે તેમણે બહ જ પ્રામાણિક ઉદ્ગારો કાઢયા હતાં, ‘મારો વાંક શું, મારો ગુનો શું?’ કેશુભાઈને ત્રણ બાબતે હંમેશા યાદ રાખવા પડશે. ગુજરાતમાંથી ગુનાખોરી ખતમ કરવાનું સૌથી મોટું કામ તેમણે કર્યુ હતું. લતીફ હોય કે પોરબંદરની ગેંગ્સ, કેશુભાઈની હિંમતે તેમનો ખોફ ખતમ કર્યો, ગુનાખોરીનો અંત આણ્યો. સૌરાષ્ટ્રને પાણીની અછતમાંથી મુકત કરવાનું ભગિરથ કામ તેમણે કર્યુ હતું. નર્મદા યોજના માટે તેઓ સુપ્રીમ સુધી લડયા. ચેકડેમો શ કરવાનું શ્રેય તેમને જાય છે. ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે જયોતિગ્રામ યોજના તેમણે શ કરી. ત્રીજી મહત્વની બાબત ભાજપ્ના નેતાઓની કેડર ઉભી કરવાની છે. નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા, વિજય પાણી, આનંદી પટેલ, ગોરધન ઝડફિયા આવા અત્યારના અનેક નેતાઓને કેશુભાઈએ તૈયાર કયર્.િ કેશુભાઈ જતાં ગુજરાતના રાજકારણમાં માત્ર સૌરાષ્ટ્રનો અવાજ ધીમો પડયો એટલું જ નથી, સ્વતંત્ર અવાજ પણ ગુમાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application