રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલ અંતિમ સફરે, પરિવારે ભીની આંખે આપી વિદાય

  • October 29, 2020 05:24 PM 1592 views

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તેમના નિવાસ સ્થાનેથી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી હતી. આ તકે કેશુભાઈ પટેલના પરીવારે તેમને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી તો સાથે જે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય તેમજ મંત્રીમંડળના સભ્યો આ અંતિમયાત્રામાં જોડાયા હતા. 

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેશુભાઈ પટેલને હાર્ટની તકલીફ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની સારવાર સ્ટર્લીંગ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા સમય પહેલા જ કેશુભાઈ પટેલને કોરોના પણ થયો હતો. જો કે તેમણે કોરોનાને તો મ્હાત આપી પરંતુ ત્યારબાદથી તેમની હાલત સતત ખરાબ થઈ રહી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application